Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૫૬ લાખ ઉપર પહોંચી

દેશમાં કોરોનાના વધુ ૮૩,૩૪૭ કેસ નોંધાયા : મૃતાંક ૯૦,૦૨૦ ઉપર પહોંચ્યો, દેશમાં ૯,૬૮,૩૭૭ સક્રિય કેસ, રિકવરી રેટના પ્રમાણમાં નોંધપાત્ર વધારો

નવી દિલ્હી, તા. ૨૩: ભારતમાં બુધવારે કોરોના વાયરસના કુલ ચેપગ્રસ્ત કેસની સંખ્યા વધીને ૫૬ લાખથી વધારે થઈ ગઈ છે. ગત ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાઇરસના વધુ ૮૩,૩૪૭ કેસ નોંધાયા છે અને આ દરમિયાન ૧૦૮૫ દર્દીઓનાં મૃત્યુ થયાં છે. આ સાથે જ કોરોના વાઇરસના કુલ ચેપગ્રસ્ત દરદીઓનો આંક ૫,૬૪૬,૦૧૧ થઈ ગયો છે. જ્યાં મૃતાંક ૯૦,૦૨૦ થઈ ગયો છે. હાલમાં દેશમાં ૯,૬૮,૩૭૭ સક્રિય કેસ છે એટલે આ દરદીઓની સારવાર ચાલી રહી છે, બાકીના દરદીઓ સાજા થઈ ગયા છે.

જ્હૉન હૉપકિન્સ યુનિવર્સિટીના અહેવાલ અનુસાર અમેરિકામાં કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ૨ લાખને પાર પહોંચી છે. અમેરિકામાં કોરોના વાઇરસના કારણે ૨,૦૦,૧૮૨ દરદીનાં મૃત્યુ થયાં છે. અમેરિકામાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા ૬૮,૯૭,૯૬૦ છે.

માર્ચ મહિનામાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જો મૃતકોની સંખ્યા એકથી બે લાખની વચ્ચે રહેશે તો દેશે *ઘણી સારી કામગીરી* કરી કહેવાશે.

અમેરિકામાં કોરોના વાઇરસના કારણે સૌથી વધારે મૃત્યુ ન્યૂ યોર્ક શહેરમાં થયાં છે. ન્યૂયોર્કમાં ૩૩,૦૯૨ દરદીનાં, ન્યૂજર્સીમાં ૧૬,૦૬૯ દરદીનાં મૃત્યુ થયાં છે. જ્હૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ભારતમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા ૫૫,૬૨,૬૬૩ કેસ નોંધાયા છે. હાલ સુધીમાં ૮૮,૯૩૫ દર્દીઓનાં મૃત્યુ થયાં છે.

(10:00 pm IST)