Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ઓકિસજન લેવલ ચેક કરવા ઓફિસ મીટ એપ. ડાઉન લોડ કરવી જોખમી : સરકારે ટિવર હેન્‍ડલ સાઇબર દોસ્‍ત પર એડવાઇઝરી જાહેર કરી

નવી દિલ્‍હી : ઓકિસજન લેવલ ચેક કરવા લોકો ઘડાધડ ઓકિસમીટર એપ. ડાઉન લોડ કરી રહ્યા છે. ઓકસીમીટર એપ. ડાઉન લોડ કરવી જોખમી બની શકે છે. સરકારે ટિવટર હેન્‍ડલ સાઇબર દોસ્‍ત પર એડવાઇઝરી જાહેર કરી છે.

આ અંગેની વધુ વિગત જોઇએ તો હાલ કોરોનાકાળમાં ડોકટરો લોકોને ઘરે તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા સલાહ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં યુઝર્સ ઘરે ઓક્સિજન લેવલ ચેક કરવા માટે ઓક્સિમીટર એપ ડાઉનલોડ કરી રહ્યા છે. ત્યારે જે એપને તમે ઉપયોગી માની રહ્યા છો તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. હકીકતમાં સાયબર હેકર નકલી એપ્સથી લોકોને છેતરી રહ્યા છે. જે માટે સરકારે તેના ટ્તિટર હેન્ડલ સાઈબર દોસ્ત પર એક એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં તે

જણાવે છે કે એપ દ્વારા તમારા પર્સનલ ડેટા અને અન્ય જાણકારી હેક થવાની સંભાવના રહે છે. તાજેતરમાં ગૂગલે 23 નકલી એપ્સની ઓળખ કરી હતી.

જાણો કેવી રીતે અસલી એપને શોધી શકાય

- ગૂગલ પ્લે સ્ટોર પરથી કોઈપણ એપ સર્ચ કરો ત્યારે એપ્સના આઈકોન પર ખાસ ધ્યાન આપવું. તે ઓરિજિનલ એપથી અલગ હોય છે.

- ડાઉનલોડ કાઉન્ટ ઓછા હોય તો તેને ડાઉનલોડ કરવાનું ટાળવું.

- એપને ડાઉનલોડ કરતાં પહેલા ડેવલપરનું નામ જરૂરથી ચેક કરી લેવું. કારણ કે નકલી ડેવલપર તેમની માહિતી સરળતાથી જોવાની મંજૂરી આપતા નથી

(11:57 pm IST)