Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

વૈશ્વિક શિપિંગ ઉદ્યોગમાં ભારતનો હાલનો એક ટકા હિસ્સો વધારીને ત્રણ ટકા કરાશે : મનસુખ માંડવીયા

જહાજ નિર્માણમાં 'આત્મનિર્ભર ભારત' માટે સરકારના નિયમોમાં ફેરફાર

નવી દિલ્હી : કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, 'મેક ઇન ઇન્ડિયા'ને પ્રોત્સાહન આપવા માટે શિપને મહત્વ આપવામાં આવશે. જે ભારતમાં બનાવવામાં આવ્યા હોય અને તેમની માલિકી કોઈપણ ભારતીય કંપનીના ભારતીય માલિકની પાસે હોય.આનાથી 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને વેગ મળશે તેમજ ઘરેલું શિપિંગ ઉદ્યોગને પણ વેગ મળશે અને મોટી સંખ્યામાં નવી રોજગારી ઉત્પન્ન થશે. તેમણે કહ્યું, સરકારનું લક્ષ્ય છે કે, આગામી પાંચ વર્ષમાં વૈશ્વિક શિપિંગ ઉદ્યોગમાં ભારતનો હાલનો એક ટકા હિસ્સો વધારીને ત્રણ ટકા કરવામાં આવે.

પ્રધાને આ નીતિ પરિવર્તનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરેલુ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની દિશામાં 'બોલ્ડ કદમ' ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, શિપિંગ મંત્રાલયે સરકારની મેક ઇન ઈન્ડિયા નીતિ અનુસાર ટેન્ડર પ્રક્રિયા દ્વારા જહાજ અથવા ફેરી ભાડે લેવાની આરઓએફઆર લાઇસન્સ આપવાની સ્થિતિની સમીક્ષા કરી હતી. માંડવીયાએ જણાવ્યું હતું કે, ભારત તેના બંદરો પર સામાન્ય રીતે ચાર પ્રકારના એક્ઝિમ કાર્ગોનું સંચાલન કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કેન્દ્ર સરકાર દેશની અંદર જહાજો બનાવવા માટે 20 ટકા ડિસ્કાઉન્ટ આપે છે. આ છુટ લાંબા ગાળાના અભિયાનમાં શિપિંગ મંત્રાલય દ્વારા વર્ષ 2016માં લાગુ કરવામાં આવેલી શિપિંગ આર્થિક સહાય નીતિ હેઠળ આવે છે. અત્યાર સુધીમાં 61.05 કરોડની સબસિડી આપવામાં આવી છે. આ છૂટ 2026 સુધીમાં આપવાની યોજના છે.

કેન્દ્રીય પ્રધાને કહ્યું કે,"જો કોઈ આંતરરાષ્ટ્રીય શિપબિલ્ડિંગ કંપની ટેન્ડર પ્રક્રિયામાં સૌથી ઓછી બોલી લગાવે તો પણ," ભારતીય બનાવટ, ભારતીય ત્રિરંગો અને ભારતીય માલિકીની શિપની મોંધી બોલીને આરઓએફઆર હેઠળ અગ્રતા આપવામાં આવશે.

(9:46 am IST)