Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

બિહાર ચૂંટણીઃ બીજા તબક્કામાં અડધાથી વધુ દાગીઃ ૧૪૬૪ ઉમેદવારોમાંથી પ૪ ટકા ઉપર કેસ

અનેક બેઠકો પર અપરાધીક છબીવાળા સ્વચ્છ છબીવાળા ઉપર ભારે પડી રહયા છે

પટણા, તા., ૨૩: બિહારની ચુંટણીના બીજા તબક્કામાં રાજકીય પક્ષોએ પ૪ ટકા કલંકીત ઉમેદવારોને ટીકીટ આપી છે. મોટા ભાગના પર ગંભીર ગુનાના કેસો છે. ઘણી બેઠકો પર ગુનાહીત છબી ધરાવનારાઓ સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારો કરતા આગળ છે. બીજા તબક્કામાં ૯૪ બેઠકો પરકુલ ૧૪૬૪ ઉમેદવારો મેદાનમાં છે.

દાનાપુર બેઠકના રાજદના ઉમેદવાર રીતલાલ રાય પર સૌથી વધારે ૧૪ કેસ છે. બખ્તિયાર પુરના રાજદના ઉમેદવાર અનિરૂધ્ધકુમાર પર ૧૧ કેસ નોંધાયેલા છે. જદયુના ઉમેદવારો પણ પાછળ નથી. મટીહાની બેઠક પર જદયુના ઉમેદવાર બોગોસિંહ પર ૧૩ કેસ નોંધાયેલા છે. કુચાયકોટના જદયુના ઉમેદવાર અમરેન્દ્રકુમાર પાંડે પર ૧૧ કેસો છે તો મીનાપુરના લોજપા ઉમેદવાર અજયકુમાર પર ૧ર કેસ છે. સાહેબપુર કમાલના એઆઇએમઆઇએમ ઉમેદવાર ગોહેલાલ રાય પર ૧૧ કેસ છે. આજ રીતે રાલોસપા ઉમેદવાર દિપકકુમાર પર ૧૦ અને સાહેબગંજ બેઠકના ઉમેદવાર રાજકુમાર સિંહ પર ૧૦ કેસ ચાલી રહયા છે.

ઉમેદવારો દ્વારા ચુંટણી પંચને અપાયેલ સોગંદનામા અનુસાર ભાજપાના ૪૭માંથી ર૯, લોજપાના પરમાંથી ૩૧, જદયુના ૪૩ માંથી ૧૭, કોંગ્રેસના ર૪ માંથી ૧૩, રાજદના પ૬માંથી ૩૭, જાપના ૩૯ માંથી ૩ર, બસપાના ૩૧ માંથી ૧પ અને રાઠોપાના રપમાંથી ૮ ઉમેદવારો કલંકીત છે. ડાબેરીઓ અને નાનાપક્ષોના ઉમેદવારોની સ્થિતિ પણ આવી જ છે. આ બધા પક્ષોના મળીને ૧૯ ઉમેદવારો ગુનાહીત રેકોર્ડ ધરાવે છે. ૧૦ મોટા પક્ષોના કુલ ૪૩૭ માંથી ર૩૪ ઉમેદવારો પર ગુનાહીત કેસો ચાલી રહયા છે. (૪.૬)

પક્ષવાર ગુનાહીત ઉમેદવારો

પક્ષ    ગુનાહીત ઉમેદવારો

જાપ    ૮ર ટકા

રાલોસપા       ૭૧ ટકા

રાજદ  ૬૬ ટકા

ભાજપા ૬૧ ટકા

લોજપા ૬૦ ટકા

કોંગ્રેસ  પપ ટકા

બસપા  ૪૯ ટકા

જદયુ   ૪૦ ટકા

એનસીપી       ૩ર ટકા

(12:53 pm IST)