Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

આ વખતે 'મન કી બાત'માં પીએમ મોદી દેશ-વિદેશના લોકો સાથે પોતાના વિચારો વ્યકત કરશે

નવી દિલ્હી,તા. ૨૩:પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી રવિવારે ૨૫જ્રાક ઓકટોબરે ૧૧ કલાકે આકાશાવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે પોતાના વિચારો વ્યકત કરશે.

આ કાર્યક્રમનું આકાશવાણી અને દુરદર્શનના તમામ નેટવર્ક પર પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત આ કાર્યક્રમ આકાશવાણીની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ હશે. આકાશવાણી, દુરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય અને માહિતી અને પ્રસારણ વિભાગની યુ-ટ્યૂબ ચેનલો પર પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

(3:59 pm IST)