Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

પ્રેમિકાને મળવા પહોંચેલા પ્રેમીને પરિવારે આખી રાત માર માર્યોઃ સવારે જમાઈ બનાવ્યો

રાત્રે એક યુવકે પરિવારજનોનો માર ખાધો અને બીજાદિવસે જમાઇ બની ગયો

લખનૌ,તા. ૨૩: કયારેક સમાજમાં એવી પણ ઘટના બને છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. પણ આવું બનતું હોય છે. આવી જ એક ઘટના ઉત્ત્।ર પ્રદેશમાંથી સામે આવી છે જયારે રાત્રે એક યુવકે પરિવારજનોનો માર ખાધો અને બીજા દિવસે જમાઈ બની ગયો. ઉત્ત્।ર પ્રદેશના રામપુરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જયાં અડધી રાત્રે પ્રેમીકાને મળવા માટે પહોંચેલા પ્રેમીને પકડીને પરિવારજનોએ ધોલાઈ કરી. એક રૂમમાં બંધ કરીને યુવકને માર મારવાનું શરૂ કરી દીધું હતું. દિવસ થતા જ આરોપી યુવાનને પોલીસને સોંપી દેવાયો. કેસથી બચવા માટે કેટલાક લોકોએ સમાધાન કરી લેવા માટેનું સૂચન પણ કર્યું.

આખી રાત ઢોરની જેમ માર માર્યા બાદ પરિવારજનોએ આ યુવાનને જમાઈ તરીકે સ્વીકારી લીધો. આ કેસ રામપુરના અજીમનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા મેહંદીનગરના સુમાલી ગામનો છે. જયાં આ યુવકની પ્રેમીકા રહેતી હતી. સ્વાર વિસ્તારનાા ગદ્દી નગલી ગામનાા નિવાસી પ્રેમસિંહનું મેહંદીનગરના સુમાલીની લક્ષ્મી નામની યુવતી સાથે અફેર હતું. આ યુવક અવારનવાર લક્ષ્મીને મળવા માટે ગામમાં આવતો હતો. યુવક આશરે ૧૨ વાગ્યે પ્રેમીકાને મળવા માટે લક્ષ્મીના ઘરે પહોંચ્યો હતો. ઘરમાં કોઈ આવ્યું છે એની જાણ થતા પરિવારજનો એલર્ટ થઈ ગયા. પરિવારજનોએ છુપી રીતે એને જોયો ત્યારે પરિવારજનો ચોંકી ગયા હતા. પ્રેમી કંઈ સમજે કે વિચારે એ પહેલા જ પરિવારજનોએ પકડીને રૂમમાં પૂરી દીધો હતો. મોટો હોબાળો અને ધમાલ થતા આસપાસમાંથી પણ લોકો આવ્યા અને પ્રેમીની ધોલાઈ કરવાનું શરૂ કરી દીધું. ત્યાર બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. આ કેસમાં પોલીસ ઉચ્ચ અધિકારી અરૂણ કુમારે જણાવ્યું કે, આ અંગેની ફરિયાદ આવતા યુવકનો પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો છે.

યુવકના પરિવારના લોકો પણ આવ્યા હતા. ત્યાર બાદ બંનેના પરિવારજનો વચ્ચે વાતચીત કરાવવામાં આવી હતી. ત્યાર બાદ બંને પક્ષના લોકોએ વિવાહનો નિર્ણય લીધો અને જે યુવાનની રાત્રે ધોલાઈ કરી હતી એને જમાઈ તરીકે સ્વીકારી લીધો હતો. પછી બંનેએ અજીમનગર વિસ્તારમાં આવેલા એક નાનકડા મંદિરમાં લગ્ન કરી લીધા હતા. આ ઘટનાની સમગ્ર રામપુરમાં ચર્ચા થઈ રહી છે. જોકે, પોલીસે બંનેનું નિવેદન પણ નોંધ્યું હતું.

(10:08 am IST)
  • અમદાવાદમાં માસ્ક વગર ફરતાં ૨૫૬ લોકોના કોરોના ટેસ્ટ કરાયાઃ ૯ ને પોઝીટીવ : અમદાવાદ શહેરમાં આજે સવારથી કર્ફયુ ખુલતાની સાથે જ લોકો રસ્તાઓ ઉપર નિકળી પડયા હતાઃ અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા આજે ૨૫૬ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યાઃ જેમાં ૯ લોકો કોરોના પોઝીટીવ આવ્યા હતાઃ જેમાંથી ૬ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાઃ નેગેટીવ આવેલા લોકોને એક- એક હજારનો દંડ ફટકારવામાં આવ્યો access_time 4:18 pm IST

  • પીરપંજાલ પર્વત માળામાં ભારે હીમ વર્ષા : મુગલ રોડ બંધ : જમ્મુ કાશ્મીરના પીરપંજાલની ઉંચી પર્વતમાળા ઉપર ભારે હિમવર્ષા થઈ છે : ફરી જમ્મુનો મુગલ રોડ બંધ કરી દેવાયો છે access_time 11:31 am IST

  • અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ પ્રોજેક્‍ટના ડેપ્‍યુટી જનરલ મેનેજર કે.વી.નાયરનું કોરોના ઇન્‍ફેક્‍શનને લીધે મૃત્‍યુ થયું access_time 5:12 pm IST