Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

વોટ્સએપમાં નવી સુવિધા : 'ડિસઅપીયરિંગ મેસેજીસ' ફીચર

આ ફીચર અનુસાર યુઝર્સના ફોન કે લેપટોપ કે ડેસ્કટોપ વર્ઝનના વોટ્સએપમાંથી સાત દિવસ પછી તમામ મેસેજીસ આપોઆપ ડિલીટ થઇ જશે

મુંબઇ,તા. ૨૩: દુનિયાભરમાં પોતાના બે અબજથી વધારે યુઝર્સ માટે 'ડિસઅપીયરિંગ મેસેજીસ' સુવિધા લાગુ કરવાની વોટ્સએપે જે જાહેરાત કરી હતી. તે હવે સતાવાર છે અને તે આ જ મહિનાથી યુઝર્સને લાગુ થઇ છે.

આ ફીચર અનુસાર યુઝર્સના ફોન કે લેપટોપ કે ડેસ્કટોપ વર્ઝનના વોટ્સએપમાંથી સાત દિવસ પછી તમામ મેસેજીસ આપોઆપ ડિલીટ થઇ જશે.

મેસેજિસ, તસવીરો, વિડિયો, ડોકયુમેન્ટ સહિતની સામગ્રી સાત દિવસ પછી આપોઆપ ડિલીટ થાય એ પહેલા યુઝર્સે પોતાની રીતે એને સેવ કરી લેવાની રહેશે. આ ફીચર એન્ડ્રોઇડ, આઇઓએસ અને લાઇનકસ-બેઝડ કેઇઓએસ ડિવાઇસીઝ સહિત તમામ વોટ્સએફ-સપોર્ટે ડિવાઇસીઝ પર આ ઉપલબ્ધ છે.

ફેસબુકની માલીકીની મેસેજિંગ એપ વોટ્સએપમાં વ્યકિતગત તેમજ ગ્રુપ ચેટ્સ માટે આ નવું ફીચર ઉપલબ્ધ છે. ગ્રુપ ચેટ્સમાં ગ્રુપ એડમિન્સે આ ફીચરને એનેબલ કરવાનું રહેશે. એ સાથે જ મેસેજીસ સાત દિવસ બાદ ડિલીટ થતા રહેશે.

જે મેસેજને જાળવવો હોય એનો સ્ક્રીનશોટ લઇ લેવો અથવા મેસેજને કોપી કરી લેવા અથવા તમે ઓટો-ટાઉનલોડને ર્ટન-ઓન કરીને પણ ફોટો કે અન્ય સામગ્રીને સેવ કરી શકો છો. તેમ (WhatsApp Settings> Data and Storage Usage) માં જઇને ઓટો ડાઉનલોડને ઓફ પણ કરી શકો છો. આ નવા ફીચરને પગલે યુઝર્સના આ પહેલાના મેળવેલા મેસેજીસને કોઇ અસર નહીં થાય.

(10:11 am IST)