Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

સુપ્રિમની ફટકાર બાદ ગુજરાત સરકાર જાગી લગ્નમાં ર૦૦ને બદલે માત્ર ૫૦ની જ હાજરીની પરવાનગી આપવા વિચારણા

અમદાવાદ : કોરોનાના વધતા કહેર વચ્ચે આજે સુપ્રિમ કોર્ટ દ્વારા ગુજરાત સહિત ૪ રાજયોની ઝાટકણી કાઢવામાં આવ્યા બાદ રાજય સરકાર આજે સફાળી જાગી છે અને બેઠકોના દોર શરૂ કર્યા છે. લગ્ન સહિતના મેળાવડામાં હાજરીના મામલે પણ સુપ્રિમ કોર્ટે રાજય સરકારનો ઉધડો લીધો: હાલ લગ્ન સમારોહમાં ર૦૦ લોકોની હાજરી પરવાનગી છે. તે હવે પાછી ખેંચી રાજય સરકાર માત્ર ૫૦ની જ મંજરી આપે તેવી શકયતા હોવાનું જાણવા મળે છે. જો કે સત્તાવાર રીતે કોઇ માહિતી મળી નથી પરંતુ બીન સત્તાવાર રીતે એવું ચચયિ છે કે રાજય સરકાર માત્ર સીમિત સંખ્યામાં લગ્ન માટેની પરવાનગી આપશે. આ માટેની જાહેરાત સાંજ સુધીમાં થાય તેવી શકયતા છે.

(4:08 pm IST)