Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

કથાકારો કરે છે આધ્યાત્મિકતાના માધ્યમથી ઉત્તમ શ્લોકોનું ગુણાનુવાદઃ પૂ. મોરારીબાપુ

ગોકુલ-મથુરામા આયોજીત ''માનસ પ્રેમસુત્ર-૩'' શ્રી રામકથાનો પાંચમો દિવસ

રાજકોટ તા. ર૩ : ''આધ્યાત્મિકતાના માધ્યમથી કથાકારો ઉત્તર શ્લોકોનું ગુણાનુવાદ કરે છે.'' તેમ પૂ. મોરારીબાપુએ ગોકુલ-મથુરાના ''રમણરેણુ'' ખાતે આયોજીત ઓનલાઇન શ્રીરામકથા ''માનસ પ્રેમસુત્ર-૩''ના પાંચમાં દિવસે જણાવ્યું હતું.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું કે  બાળકોની નિર્દોષ આંખો, માતાની આંખો, બુદ્ધ પુરૂષોની આંખો દિક્ષાદેનારી આંખો છે. તેમની આંખોમાં પ્રેમ, ભાવ, કરૂણાના દર્શન થાય છે.

પૂ. મોરારીબાપુએ ગઇકાલે ચોથા દિવસે કહ્યુંકે, આપણા તાન્વિક અને સાત્વિક ધારામાં વાસ્તવિકતાનો છેદ ન ઉઠાવી શકીએ કૃષ્ણ હતો, કૃષ્ણ અહી રમ્યો હતો  કૃષ્ણ છે પ્રેમની ધારા શા માટે રોકાય છે અનૃત-જુઠથી રોકાય છે જુઠથી પ્રેમ ભાધિત અને છે. આપણે સંસારીઓ તો જુઠ હી લેના જુઠ હી દેના, જુઠ હી ભોજન, જુઠ ચલેના પણ કૃષ્ણ હતો. એટલે આ બધા ગીતો છે. બાપુએ જણાવ્યું કે, ગોપીભાવ વ્રજમાં જ જીવિત રહી શકે અથવા તો વ્રજ-વૃંદાવન જીવન ''બનાવીએ અને દિલને રમણરેતી બનાવીએ તો વ્રજ મંડળ હમેશા એ.રહે.''

મોરારીબાપુએ કહ્યું કે દૈત્યભાવથી ક્રોધ પ્રગટે છે એ પ્રેમમાં બાધક છે. આ ગોપીભાવ પ્રેમની ધજા છ.ે પણ એક અન્ય ભાવ-ગોપભાવ પણ યાદ રાખવા જેવો છે. શ્રીદામાં અને સુદામાં અન્ય ગોપ એમાંયે કુષ્ણ સૌથી મોટો ગોપ છે.

પૃથ્વી પર રહેલા તમામ વૃક્ષો કોઇને કોઇ દેવતા છે. એમાંએ વ્રજમંડળના વૃક્ષો તો કૃષ્ણાસખા છે.કોઇ વૃક્ષની ડાળી કાપવાથી રકતધારા વહી છે કારણ કે એ કોઇ ગોપનો હાથ છે. ગોપભાવ ગોપનીય રહ્યો છે. પ્રેમ એકાંત શોધે છે. આ ગોપ બધા એકાંત પકડીને બેઠા છે.

(4:20 pm IST)