Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

ગોરેગાંવ ખાતે ડ્રગ્સ પેડલર્સને પકડવા ગયેલી ટીમ પર હુમલો

મુંબઈમાં ડ્રગ્સ પેડલર્સ બેફામ બન્યા : રવિવારે રાતે એનસીબીની ટીમે રેડ પાડતાં ૫૦થી વધુ લોકોએ હુમલો કરતા બે અધિકારી ઘાયલ, ૩ની ધરપકડ

મુંબઈ,તા.૨૩ : મહારાષ્ટ્રમાં મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં ડ્રગ્સ પેડલર્સના એક ગ્રુપે રવિવારે રાતે એનસીબીના ઝોનલ ડાઈરેક્ટર સમીર વાનખેડે અને ટીમના કુલ સભ્યો પર જીવલેણ હુમલો કર્યો. જેમાં એનસીબીના બે અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા. મામલે લોકોની ધરપકડ કરાઈ છે. એનસીબીની ટીમ પર હુમલો લગભગ ૬૦ લોકોની ભીડે કર્યો. એનસીબીના ઝોનલ ડાઈરેક્ટર સમીર વાનખેડે અને તેમની ટીમ ડ્રગ પેડલરને પકડવા માટે ગઈ હતી. ત્યારે તે સમીર સહિત એનસીબી ટીમના સભ્યો પર જીવલેણ હુમલો થયો. એનસીબીની ટીમ જે ડ્રગ પેડલરને પકડવા ગઈ હતી તેનું નામ કેરી મેન્ડિસ છે. જો કે હવે મુંબઈ પોલીસની મદદથી સ્થિતિને કાબૂમાં કરી લેવાઈ છે. કેરી મેન્ડિસને તેના સાથીઓ સાથે પોલીસે દબોચી લીધો છે. ચારેય વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૫૩ હેઠળ કેસ દાખલ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના સુપરવિઝન હેઠળ એનસીબીની ટીમે શનિવારે વર્સોવા ખાતે આવેલા હર્ષના પ્રોડક્શન હાઉસમાં દરોડા પાડ્યા હતા. ત્યાંથી તેમને ૬૫ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ત્યાર બાદ હર્ષ અને ભારતીના અંધેરી સ્થિત ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યાંથી ૨૧. ગ્રામ ગાંજો અને .૪૯ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. હર્ષે સ્વીકાર્યું હતું કે તે ગાંજો રાખે છે અને તેનું સેવન પણ કરે છે. સાથે ગાંજો મેળવવા ડ્રગ પેડલરના સંપર્કમાં હોવાનું પણ કબૂલ્યું હતું.

(7:29 pm IST)