Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

ગુજરાત સહીત દિલ્હી-એનસીઆર,રાજસ્થાન અને ગોવાના યાત્રીઓને કોરોના ટેસ્ટ રિપોર્ટ વિના મહારાષ્ટ્રમાં નો એન્ટ્રી

કોરોના મહામારી પર અંકુશ રાખવા માટે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે લીધો નિર્ણંય

મુંબઈ : મહારાષ્ટ્ર સરકારે હવે દિલ્હી-એનસીઆર, રાજસ્થાન અને ગોવાના યાત્રીઓને કોરોના રિપોર્ટ સાથે રાખવાનું ફરજિયાત કરી દીધુ છે. કોરોના મહામારી પર અંકુશ રાખવા માટે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે આ પગલું લીધું છે. દિલ્હી-એનસીઆર, ગુજરાત, રાજસ્થાન અને ગોવામાંથી ફક્ત એ યાત્રીઓને જ મહારાષ્ટ્રમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવશે જેમની પાસે કોવિડ ટેસ્ટ રિપોર્ટ હશે. આ શરત વિમાની અને રેલવે બંનેના યાત્રીઓ પર લાગૂ થશે. ફ્લાઇટની સ્થિતિમાં આ રિપોર્ટ લેન્ડિંગના 72 કલાક પહેલાંની હોવી જરૂરી હશે, જ્યારે રેલવે માટે આ સમય મર્યાદા 96 કલાકના છે

   ભારતમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્તોની સંખ્યા 91 લાખને પાર કરી ચૂકી છે. આ દરમિયાન ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક કેસોમાં વધારો થયો છે. તેની સાથે કોરોનાતી મરનારાઓની સંખ્યા પણ વધી છે. કોરોનાના લીધે થયેલી મોતમાં શબનું પૂરા સન્માન સાથે અગ્નિ સંસ્કાર કરવામાં આવે તેના અંગે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે આ દરમિયાન દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારે કોરોનાના વધતા મામલા અંગે સ્ટેટસ રિપોર્ટ આપવા કહ્યું છે. આ ઉપરાંત તેમણે તમિલનાડુ અને આંધ્રપાસેથી પણ સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે.

સુપ્રીમ કોર્ટે કોરોનાના વધતા કેસ છતા લગ્ન અને ભીડવાળા કાર્યક્રમ કરવાની પરવાનગી આપવા પર ગુજરાત સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યુ કે ગુજરાતમાં દિલ્હી અને મહારાષ્ટ્ર પછી સૌથી ખરાબ સ્થિતિ છે. હવે આ કેસની આગામી સુનાવણી 27 નવેમ્બરે યોજાશે.

ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. જસ્ટિસ શાહે કહ્યુ કે કોરોના સંક્રમણના વધતા કેસ છતા ગુજરાતમાં લગ્ન, સમારંભ અને અન્ય કાર્યક્રમોની છૂટ આપવામાં આવી છે. અહી દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ સૌથી ખરાબ સ્થિતિ છે. તમારી પોલિસી શું છે? શું થઇ રહ્યુ છે? આ બધુ શું છે?

ન્યાયાધીશ અશોક ભૂષણે જણાવ્યું હતું કે ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં પરિસ્થિતિ વધારે ખરાબ થઈ છે. અમે જાણવા માંગીએ છીએ કે સરકારે કોરોનાને ફેલાતો રોકવા માટે કઈ વ્યવસ્થા કરી છે. તેના અંગે સોગંદનામુ આપવામાં આવે.

તેના પર દિલ્હી સરકારના વકીલે જણાવ્યું હતું કે અમે બધા નિર્દેશોનું પાલન કર્યુ છે. કોર્ટે જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિ અંગે તમે શું કહેશો. તમે આ મુદ્દે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરો. સુપ્રીમ કોર્ટે આ સિવાય ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર પાસેથી પણ સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. આ અંગે સોલિસીટર જનરલે જણાવ્યું હતું કે આ કંઈ કેન્દ્ર અને દિલ્હીની વચ્ચેનો મામલો નથી. 15 નવેમ્બરે ગૃહમંત્રીએ કેટલાક નિર્દેશ આપ્યા છે અને પગલાં ઉઠાવ્યા છે, પરંતુ દિલ્હી સરકારે વધારે કામ કરવાની જરૂર છે

(8:09 pm IST)