Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

ફાઈનાન્સ કંપનીમાંથી ૨૫ કિલો સોનાની દિલધડક લૂંટ

તમિલનાડુમાં લૂંટની ચોંકાવનારી ઘટના : છ શખ્સોએ બંદૂકની અણીએ કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવીને લૂંટ કરી, ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

હોસુર, તા. ૨૩ : તમિલનાડુના કૃષ્ણાગિરીમાં એક લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના હોસુર જિલ્લામાં એક મુથૂટ ફાઈનાન્સની એક બ્રાન્ચમાં શુક્રવારે લૂંટની ઘટના બની છે. પોલીસે જણાવ્યું કે, સાડા સાત કરોડ રૂપિયાના ૨૫ કિલો સોનાના દાગીના અને ૯૬ હજાર રૂપિયા રોકડની લૂંટ કરવામાં આવી છે. હેલ્મેટ અને નકાબ પહેરીને સવારે .૩૦ કલાકે આવેલા જેટલા બદમાશો બંદૂકની અણીએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. તેમણે કંપનીના કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવી લીધા અને કેટલાક કર્મચારીઓ સાથે મારપીટ પણ કરી હતી. બદમાશોએ પછી દાગીના અને રોકડની લૂંટ કરી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

પોલીસના જણાવ્યા મુજબ, લૂંટારૂઓએ સૌથી પહેલા સિક્યોરિટી ગાર્ડને માર માર્યો અને તેને પોતાની સાથે અંદર લઈ ગયા, જ્યાં પહેલાથી સ્ટાફના પાંચ સદસ્યો અને ત્રણ ગ્રાહકો ઉપસ્થિત હતા. ઓફિસમાં રહેલા મેનેજર અને ચાર સ્ટાફના સદસ્યોને બંદૂકની અણીએ લૂંટી લેવામાં આવ્યા.

લૂંટની ઘટનાના બનાવના એક દિવસ બાદ તમિલનાડુ સાઈબરાબાદની ટીમે શનિવારે આરોપીને ઝડપી લીધા હતા. સાઈબરાબાદ પોલીસ કમિશનર વી.સી સજ્જનર મામલે પ્રેસ કોન્ફરન્સથી ખુલાસો કરશે.

(12:00 am IST)