Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

પશ્ચિમ બંગાળમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ ઉજવણી પ્રસંગે ‘જયશ્રી રામ’ના નારા લાગતા ટીમએસીના સાંસદ નૂસરતા જહાને તકલીફ પડી : કહ્યું સરકારી કાર્યક્રમમાં આવા નારા ન લાગવા જાઇએ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના સત્તાવાર કાર્યક્રમમાં જયશ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા. આના પર ટીમએસીના સાંસદ નુસરતા જહાં ખૂબ ગુસ્સે થયા અને તેણે પોતાનો ગુસ્સો ટ્વિટર પર બહાર કાઢ્યો તેમણે સૂત્રોચ્ચાર કરનાર અને વિપક્ષી પાર્ટીઓ ઉપર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે સરકારી કાર્યક્રમમાં રાજકીય અને ધાર્મિક નારાઓની ટીકા કરી હતી. આ સરકારી કાર્યક્રમ નેતાજી શુભાષચંદ્ર બોઝની 125 મી જન્મ જયંતિની ઉજવણી માટે યોજવામાં આવ્યો હતો.

નુસરત જહાંએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, "રામનું નામ ગળે લગાડીને બોલો નહી કે ગળું દબાવીને. હું સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિની ઉજવણી માટે સરકારી કાર્યક્રમમાં રાજકીય અને ધાર્મિક સૂત્રોચ્ચારની કડક ટીકા કરું છું."

એક દિવસ પહેલા જ દેશભરમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલમાં પણ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હાજર રહ્યા હતા. મમતા બેનર્જી ભાષણ આપવા માઇક પાસે ગયા ત્યારે, કાર્યક્રમમાં કેટલાક લોકોએ જય શ્રી રામ અને ભારત માતાના નારા લગાવવાનું શરૂ કર્યું.

(12:25 pm IST)