Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

કાલની નવી દિલ્હીની ટ્રેકટર રેલી પ્રશ્નો અસમંજસની સ્થિતિ : મંજુરી મળી છે કે કેમ નકકી કરી શકાતુ નથી

નવી દિલ્હી: નવા કૃષિ કાનૂનો (New Agriculture Laws) ના વિરૂદ્ધ ખેડૂતોનું પ્રદર્શન (Farmers Protest) બે મહિનાથી ચાલુ છે અને ખેડૂત સતત કાયદાને પરત લેવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન 26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ખેડૂતોની ટ્રેકટર રેલી પર કન્ફયૂજનની સ્થિતિ બની ગઇ છે. ખેડૂતોએ જાહેરાત કરી છે કે તેમને દિલ્હીમાં ટ્રેક્ટર રેલીની પરવાનગી મળી ગઇ છે, જ્યારે દિલ્હી પોલીસ કહી રહી છે કે અત્યારે ટ્રેક્ટર રેલીને મંજૂરી આપવામાં આવી નથી.

દિલ્હી પોલીસ એ સ્પષ્ટ કરી દીધું છે કે ખેડૂતોની ટ્રેક્ટર રેલી રિંગ રોડ  પર નિકાળવામાં નહી આવે અને ગણતંત્ર દિવસ પરેડ  બાદ જ ખેડૂત પોતાની રેલી નિકાળી શકશે. જોકે પોલીસનું કહેવું છે કે જો ખેડૂત આ બધી વસ્તુઓ લેખિતમાં આપશે, ત્યારબાદ જ તેમને રેલીની પરવાનગી આપવામાં આવી શકે છે. દિલ્હીમાં ટ્રેક્ટર પરેડને લઇને પોલીસ કમિશ્નરએ કહ્યું કે 'ખેડૂતોએ અમને લેખિત રૂટ આપ્યો નથી. લેખિત રૂટ આવ્યા પછી જણાવીશું.'

26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ટ્રેક્ટર માર્ચ કાઢવાને લઇને ખેડૂત અને દિલ્હી પોલીસ વચ્ચે તે સમયે કન્ફયૂજનની સ્થિતિ બની ગઇ, જ્યારે ખેડૂત સંગઠન અને દિલ્હી પોલીસે અલગ-અલગ નિવેદન આપ્યા છે. જ્યાં ખેડૂતોનું કહેવું છે કે તેમને 26 જાન્યુઆરીએ રેલી કાઢવાની મંજૂરી મળી ગઇ છે. ખેડૂત નેતાઓએ શનિવારે પત્રકાર પરિષદ કરી કહ્યું કે તે 26 જાન્યુઆરીના રોજ પરેડ નિકળશે. બેરિકોડ હટાવી દેવામાં આવશે અને તે દિલ્હીમાં એન્ટ્રી કરશે. તો બીજી તરફ દિલ્હી પોલીસ  એ કહ્યું કે વાતચીત અંતિમ તબક્કામાં છે. અત્યાર સુધી મંજૂરી મળી નથી.

ખેડૂત નેતાઓએ કહ્યું કે અમે અલગ-અલગ પાંચ રૂટો દ્રારા અમારી પરેડ નિકાળીશું અને પરેડ શાંતિપૂર્વક થશે. ખેડૂત નેતા દર્શન પાલએ કહ્યું કે ટ્રેક્ટર પરેડ લગભગ 100 કિલોમીટર ચાલ્શે. પરેડમાં જેટલો સમય લાગશે, તે અમને આપવામાં આવશે. આ પરેડ ઐતિહાસિક હશે, જેને દુનિયા જોશે.

ભ્રમની સ્થિતિ વચ્ચે ખેડૂત સંગઠન આજે (24 જાન્યુઆરી) ને દિલ્હીના સિંધુ બોર્ડર પર ફરીથી પરસ્પર બેઠક કરશે અને પોતાની રણનીતિ પર ચર્ચા કરશે. આ સાથે જ એ પણ માનવામાં આવી રહ્યું છે કે ટ્રેક્ટર રેલીનો રૂટ ફાઇનલ કરશે અને દિલ્હી પોલીસને રૂટની પુરી જાણકારી આપશે.

(3:20 pm IST)