Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ખાલિસ્તાન ચળવળને પ્રોત્સાહિત કરવા બદલ ' ટ્વીટર ઇન્ડિયા ' વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં પિટિશન : દેશની એકતા તથા સાર્વભૌમત્વ ને હાનિ પહોંચાડવા ટ્વીટર ઇન્ડિયા તથા તેના પ્રતિનિધિઓએ ષડયંત્ર રચ્યાનો આરોપ

દિલ્હી : ખાલિસ્તાન ચળવળને  પ્રોત્સાહિત કરવાની ગુનાહિત કાર્યવાહી બદલ ' ટ્વીટર ઇન્ડિયા  ' વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ છે.જે અંતર્ગત દેશની એકતા તથા સાર્વભૌમત્વ ને હાનિ પહોંચાડવાનો તથા ભાગલાવાદી પ્રવૃત્તિને વેગ આપવા  ટ્વીટર ઇન્ડિયા તથા તેના પ્રતિનિધિઓએ ષડયંત્ર રચ્યાનો આરોપ લગાવાયો છે.
પિટિશનર સંગીતા શર્માએ કરેલી અરજીમાં ટ્વીટર કોમ્યુનિકેશનશ  ઇન્ડિયા પ્રા. લી. ના અધિકારીઓ રાહીલ ખુર્શીદ ,તથા મહિમા કૌલ ઉપર ગેરકાયદે પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે.પિટિશનમાં વિશેષમાં જણાવાયા  મુજબ આ અંગે પાર્લામેન્ટ મેમ્બર અનંત હેગડે એ પણ દેશ વિરોધી પ્રવૃત્તિ કરવાનો ટ્વીટર ઇન્ડિયા ઉપર આક્ષેપ કર્યો હતો  તેમ છતાં કોઈ પરિણામ મળી શક્યું નથી .
તેથી ખાલિસ્તાન ચળવળને પ્રોત્સાહિત કરનારા વિરુદ્ધ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી છે.
સુનાવણી માટેની આગામી મુદત 30 સપ્ટેમ્બર રાખવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)