Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

સુરતમાં ONGCના પ્લાન્ટમાં ૩ વિસ્ફોટ બાદ આગ લાગી

દુર્ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથીઃ આગને પણ કાબૂમાં લાવી દેવામાં આવી છે

સુરત, તા.૨૪: ગુજરાતના સુરત શહેરના હજીરા વિસ્તારમાં કેન્દ્ર સરકાર હસ્તકની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) કંપનીના ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટમાં આજે વહેલી સવારે ૩ વિસ્ફોટ થયા હતા અને ત્યારબાદ આગ ફાટી નીકળી હતી. દુર્ઘટનામાં સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. આગને પણ કાબૂમાં લાવી દેવામાં આવી છે.

આજે વહેલી સવારે લગભગ ૩.૩૦ વાગ્યે પ્લાન્ટના બે ટર્મિનલમાં એક પછી એક ૩ ધડાકા થયા હતા. ત્રીજો ધડાકો થયા બાદ ભીષણ આગ લાગી હતી. એની જવાળા દૂરના વિસ્તારોમાંથી પણ જોઈ શકાતી હતી.

ઓએનજીસી કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે હજીરા ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. એને કાબૂમાં લાવી દેવામાં આવી છે. કોઈ પણ જાનહાનિ થઈ નથી કે કોઈ પણ વ્યકિતને ઈજા પણ થઈ નથી.

નજરે જોનારાઓનું કહેવું છે ધડાકાનો અવાજ છેક ૧૦ કિ.મી. દૂરના વિસ્તારમાં પણ સંભળાયો હતો.

(9:40 am IST)