Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

કોરોના બન્યો વધુ ખતરનાક : રિકવર થનારા ૪ હેલ્થ વર્કર્સને ફરી થયું ઇન્ફેકશન

પહેલા કરતા સ્થિતી ગંભીર

મુંબઈ,તા.૨૪ : એક તરફ કોરોના વાયરસ પોતાનો કહેર વર્તાવી રહ્યો છે તો બીજી તરફ કોરોના વાયરસથી ફરીથી સંક્રમિત થવાના ખતરનાક મામલો સામે આવ્યો છે. કોરોના વાયરસથી રિકવર થનારા મુંબઈના ચાર હેલ્થ વર્કર્સ ફરીથી કોવિડ-૧૯ના રી ઈન્ફેકશનનો શિકાર બન્યા છે. ધિ લેન્સેટની મેડકલ જર્નલ વેબસાઈટમાં પ્રકાશિત રિપોર્ટ પ્રમાણે ચાર લોકો પહેલીવાર કરતા બીજી વખત કોરોનાથી વધારે ગંભીર સ્થિતિમાં છે

 રિપોર્ટ પ્રમાણે ચારે રી ઈન્ફેકટેડ દર્દીઓમાંથી ત્રણ ડોકટર્સ બીએમસીની નાયર હોસ્પિટલના છે. અને એક હેલ્થકેર વર્કર હિન્દુજા હોસ્પિટલનો છે. આ સ્ટડી બે હોસ્પિટલો સાથે ઈન્સ્ટીટ્યૂટ ઓફ જિનોમિકસ એન્ડ ઈટ્રીગ્રેટિવ બાયોલોજી (IGIB) અને ઈન્ટરનેશનલ સેન્ટર ફોર જેનેટિક એન્જિનિયરિંગ એન્ડ વાયોટેકનોલોજી (ICGEB) દિલ્હી સાથે મળીને કરી છે. આ આઠ દર્દીઓમાં ૩૯ મ્યૂટેશન મળ્યું છે

 નાયર હોસ્પિટલના ડો. જયંતી શાસ્ત્રી અને આઈસીજીઈબીના ડો. સુજાતા સુનિલના જણાવ્યા પ્રમાણે ચારે હેલ્થકેર વર્કર્સ ફરીથી સંક્રમિત થયા છે. તેમણે જણાવ્યું કે પહેલાની તુલનામાં ચારે દર્દીમાં ગંભીર લક્ષણ હતા. તેમની હાલત પણ નાજુક હતી. ફ્રન્ટલાઈલન હેલ્થકેર વર્કર્સ સતત SARS-CoV-2ના સંપર્કમાં રહે છે અને બીજી વાર ઈન્ફેકસન થવાનો ખતરો વધારે છે.

 ડો. સુનિલના જણાવ્યા પ્રમાણે RT-PCR પોઝિટિવ ટેસ્ટથી રી ઈન્ફેકશનને કન્ફોર્મ નથી કરી શકાતું. વાયરલ આઈસોલેટ્સથી આખા જીનો સિકવેન્સિંગથી રી ઈન્ફેકશનની તપાસ કરી શકાય છે. કોવિડ-૧૯ના ઈન્ફેકશન પહેલીવાર લક્ષણ વગરનું અથવા ઓછા લક્ષણ વાળું હોય છે. જયારે બીજીવાર સ્થિતિ ગંભીર થાય છે. આ હેલ્થકેરવર્કર્સને ગંભીર હાલતના પગલે બીજીવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 ઉલ્લેખનીય છે કે રી ઈન્ફેકશનના મામલા અત્યારના સમયમાં આખી દુનિયામાં જોવા મળે છે. આ મહિનાની શરુઆતમાં હોંગકોંગમાં રીઈન્ફેકશનનો પહેલા કેસની પુષ્ટી થઈ હતી. ભારતમાં એપ્રિલ અને જુલાઈ વચ્ચે ૫૨ અન્ય સેમ્પલ્સની સાથે પુરા ૮ સિકવેન્સિસનું ફાઈલોજેનેટિક વિશ્લેષણ જણાવે છે કે આ એ નશ્લનો બાગ હતો જે વુહાન સ્ટ્રેનથી ગણો સમાન હતો

ટીમે રી ઇન્ફેકશન સ્ટાફમાં D614G મ્યૂટેશન મળ્યું હતું. જે લોકોને સરળતાથી સંક્રમિત કરનાર સ્પાઈક પ્રોટીન તરીકે જાણીતું છે. D614G મ્યૂટેશન લોકોમાં ઘાત ઈન્ફેકશનથી જોડાયેલું હોય છે. ડો. સુનિલે જણાવ્યું કે. ચાર લોકોમાં ઈન્ફેકશનની માત્રા ગત વખતની તુલનાએ વધારે ગંભીર હતી.

(11:21 am IST)