Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

સુશાંત કેસનો ભેદ ઉકેલાઇ ગયો ?

અભિનેતાના મોતને લઈને CBI કરી શકે છે મોટો ખુલાસો

સુશાંતે બન્ને હાથનો ઉપયોગ કરીને ફાંસી લગાવી હતીઃ જમણા હાથનો ઉપયોગ કરી પોતાને લટકાવ્યો હતોઃ સુશાંતના મોતને પાર્શિયલ હેંગિગ એટલે કે પૂર્ણ ફાંસી નથી કહેવામાં આવ્યુ

મુંબઇ,તા. ૨૪: સુશાંત સિંહ રાજપૂત મામલામાં સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ સીએફએસએલની રિપોર્ટમાં સુશાંતની હત્યા સાથે જોડાયેલા કોઈ સીધા સબૂત નથી મળ્યા. સીએફએસએલે જોયું કે સુશાંતનું મોત ફાંસી લગાવવાથી થઈ છે. સીન ઓફ ક્રાઈમના રી ક્રિએશન બાદ સુશાંતના મોતના મામલે ફુલ હૈંગિંગ માનવાથી ઈન્કાર કરી દીધો છે.

સીએફએસએલએ સીબીઆઈ ટીમને સંપૂર્ણ તપાસનો રિપોર્ટ સોંપી દીધો છે. આ રિપોર્ટમાં સુશાંતના મોતને પાર્શિયલ હેંગિગ એટલે કે પૂર્ણ ફાંસી નથી કહેવામાં આવ્યું. જેનો અર્થ છે કે મરનારાના પગ બીજી રીતે હવામાં નહોંતા એટલે કે કોઈ વસ્તુ સાથે ટકેલા હતા.

આત્મહત્યાના મોટા ભાગના મામલામાં પોર્શિયલ હેંગિંગ જોવા મળ્યું છે. સીએફએસએલ રિપોર્ટનું માનીએ તો સુશાંતે બન્ને હાથનો ઉપયોગ કરીને ફાંસી લગાવી હતી. તેણે તેના જમણા હાથનો ઉપયોગ કરી પોતાને લટકાવ્યો હતો. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રાઈડ હેન્ડ જ આ રીતે ફાંસી લગાવી શકે છે. સુશાંતે લીલા રંગના કપડાથી ફાંસી લગાવી.

આ ઉપરાંત લટકયા બાદ ગર્દન પર કેવા પ્રકારનું ગાળીયાનું દબાણ પડ્યા હતા. ગર્દન પર ગાળીયો કસવાની કેટલી વાર વ્યકિત જીવતો રહે છે  અને ગળાના કેટલા ભાગમાં ગાળીયાની અસર પડે છે. આ તમામ તથ્યોને સીએફએસએલે પોતાના રિપોર્ટમાં સમાવિષ્ટ કર્યા છે.

સુશાંત બિહારનો રહેનારો હતો અને પટનાથી દિલ્હી અને પછી મુંબઈની સફર તેમણે પોતાના દમ પર કરી હતી. પટનામાં જન્મેલો સુશાંત ૪ બહેનોનો એકનો એક ભાઈ હતો. ૧૪ જુનને સુશાંતનો મૃતદેહ બ્રાન્દ્રા સ્થિત ફ્લેટ પર મૃત જોવા મળ્યો હતો. (૨૨.૬)

આ પોઈન્ટ્સને CFSLએ પોતાના રિપોર્ટમાં જોડ્યા છેઃ

* એપ્લાઈડ ફોર્સની માત્રા - લટકયા પછી ગરદન પર કેટલી માત્રામાં ગાળીયાનું દબાણ આવ્યું હતું.

* ડ્યુરેશન ઓફ એપ્લાઈડ ફોર્સ -  ગરદન પર ગાળીયો લાગ્યા પછી કેટલી વાર વ્યકિત જીવતો રહ્યો હતો.

* એરિયા ઓફ એપ્લાઈડ ફોર્સ - ગરદનના કેટલા ભાગ પર ગાળીયાની અસર પડી.

* ફોર્સ ડિસ્ટ્રીબ્યૂશનનું એનાલિસિસ - અચાનક લટકવાના કારણે ગળા પર ફોર્સનું એનાલિસિસ.

 

(11:23 am IST)