Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

મુંબઇમાં કોઈએ ડિલક્ષ ટ્રેઈન ઉપર પથ્થર માર્યો :કાચ તૂટ્યો : વલસાડમાં એન્જિન બદલવું પડ્યું

ટ્રેનના પાયલોટને ટ્રેન ચલાવવામાં તકલીફ પડી રહી હોવાથી કંટ્રોલ રૂમની મદદ મેળવી

મુંબઈમાં ડિલક્ષ ટ્રેન ના એન્જીન ઉપર કોઈ એ પથ્થર મારતા કાચ તૂટ્યા હોવાનો બનાવ બન્યો હતો.

બાંદ્રાથી અમૃતસર જતી ડીલક્ષ સુપર ફાસ્ટ ટ્રેન પર પાલઘર અને બોઇસર વચ્ચે કિમી ન. 92/8 પાસે પસાર થઈ રહી હતી તે વખતે અચાનક ટ્રેનના એન્જિન પર કોઈએ પથ્થર મારતા તે પથ્થર એન્જિનના કાચમાં લાગતા એન્જિનનો કાચ તૂટી ગયો હતો. પરિણામે એન્જિન ડ્રાઇવરે તાત્કાલિક ચેક કરતા ટ્રેક નજીક બાળકો રમી રહ્યા હોય તેમ માલુમ પડ્યું હતું બાદ માં ઘટનાની જાણ રેલવે કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી.

 ટ્રેનના પાયલોટને ટ્રેન ચલાવવામાં તકલીફ પડી રહી હોવાથી કંટ્રોલ રૂમની મદદ મેળવી વલસાડ રેલવે ઉપર બીજું એન્જીન બદલવા જણાવતા વલસાડ રેલવે અધિકારીઓને જાણ થતાં તાત્કાલિક વલસાડ રેલવે ઉપર આવી પહોંચ્યા હતા. વલસાડ રેલવે સ્ટેશને એન્જિન બદલાવી ટ્રેન રવાના કરવામાં આવી હતી. જોકે ટ્રેનના એન્જિન પર પથ્થર મારો કરનાર કોણ હતો તે હજુસુધી જાણી શકાયું નથી. પરંતુ આ બનાવમાં સદ્ નશીબે ટ્રેન ના એન્જિનનો પાયલટ તેમજ એન્જિનમાં સવાર અન્ય રેલવે કર્મચારીઓને કોઈ ઇજા થઇ નથી  આ બનાવ અંગે પાલઘર RPFને તપાસ કરવા જણાવવામાં આવ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે

(11:52 am IST)