Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

લિખીથા ઈન્ફ્રાસ્ટ્રકચરનો IPO ૨૯ના રોજ ખુલી રહ્યો છે

રૂ.૧૧૭-રૂ.૧૨૦નો પ્રાઈઝ બેન્ડ પ્રતિ ઇકિવટી શેર

મુંબઇ, તા.૨૪:  હૈદરાબાદમાં હેડકવાર્ટર ધરાવતા ઓઈલ એન્ડ ગેસ પાઇપલાઇન ઇન્ફ્રાસ્ટ્રકચર સર્વિસ પ્રોવાઈડર લિખીથા ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડે રૂ.૧૧૭-રૂ.૧૨૦ના પ્રાઈઝ બેન્ડ સાથે તેનું initial public offering જાહેર કર્યું છે. IPO ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૦ ને મંગળવારે ખુલશે અને ૦૧ ઓકટોબર ૨૦૨૦ ને ગુરુવાર ના રોજ બંધ થશે.

IPOમાં પોસ્ટ ઇશ્યૂ શેરહોલ્ડિંગના ૨૫.૮૬% જેટલા ૫૧,૦૦,૦૦૦ ઇકિવટી શેર્સ સુધીના નવા ઇશ્યૂનો સમાવેશ થાય છે; કુલ રકમ રૂ.૬૧.૨૦ કરોડ જેટલી વધવાની ધારણા છે. IPOની આવકનો ઉપયોગ કંપની દ્વારા તેની વર્કિંગ કેપિટલ રીકવાયર્મેન્ટમાં કરવામાં આવશે જેથી જનરલ કોર્પોરેટ પર્પઝ માટે અને ઓઈલ એન્ડ ગેસ સેકટરની વધતી જતી માંગ પર કેપિટલાઈઝ કરી શકાય.

નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે, કંપનીની કુલ આવક રૂ.૧૬૨.૭૯ કરોડ, EBIDTA રૂ.૩૧.૨૨ કરોડ, પ્રોફિટ આફ્ટર ટેકસ રૂ.૧૯.૮૭ કરોડ અને ઓપરેટિંગ કેશ ફ્લો રૂ. ૧૯.૧૫ કરોડ રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે કંપનીનો એફીસીઅન્સી રેશિયો આ મુજબ છે; એવરેજ ROCE (%) ૫૮.૫૩%, એવરેજ RONW (%) ૩૩.૦૬%, ૧૩.૫૯ (શેર દીઠ રૂ.) નો EPS, ૩૧.૩૦ દિવસનું વર્કિંગ કેપિટલ, ૧૨.૨૧% નું PAT માર્જિન (%) અને ૧૯.૧૮%નું EBIDTA માર્જિન (%). છે.

(12:52 pm IST)