Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ચીનની નવી ચાલ :રો મટીરીયલ કોસ્ટ વધારી ભારતમાં દવાઓ મોંઘી બનવવાનું કાવતરું

ભારતીય દવાઓનું ઉત્પાદન ચીનથી આયાત થતા API અને KSM ઉપર નિર્ભર

નવી દિલ્હી : ભારત-ચીન સીમા તણાવની અસર હવે વ્યાપારી ક્ષેત્રમાં પણ દેખાઈ રહી છે. બલ્ક પ્રોડક્શન થકી સસ્તા નિર્યાત દ્વારા બજારમાં દબદબો ધરાવતા ચીને ભારતમાં જીવરક્ષક દવાઓ મોંઘી થાય તેવું કાવતરું કર્યું છે. જીવન રક્ષક દવાઓના પ્રાણ સમાન API અને KSMની કિંમત વધારી દેતા ભારતમાં જીવન રક્ષક દવાઓનું ઉત્પાદન મોંઘુ થશે. આ કાવતરાની અસરથી ભારતમાં દવાઓતો મોંઘી થશેજ પણ સાથે ભારતીય કંપનીઓ ધ્વરા તૈયાર થતી દવાઓ જે નિકાસ થાય છે તેના આંતરરાષ્ટ્રીય વેપાર ઉપર પણ અસર પડશે

જરાતમાં ૭ હજાર કરોડથી વધુના રોકાણથી API ઉત્પાદન વધારવા આયોજન કરાઈ રહ્યું છે પરંતુ આ ઉત્પાદન શરૂ થતા હજુ સમય લાગશે ત્યાર સુધી સ્થાનિક ઉદ્યોગોએ ચીન ઉપર આધાર રાખવોજ પડશે. ચીન આ વાતનો ફાયદો ઉઠાવી રહ્યું છે. અને ભારતના દવા ઉત્પાદન ક્ષેત્રને પ્રભાવિત કરવા કાવતરા પણ કરી રહ્યું છે. ભારત ખુબ જ મોટા પાયે દવાઓનું ઉત્પાદન કરે છે પણ તેના માટે જરૂરી રો મટિરિયલ API (Active Pharmaceutical Ingredients) અને KSM (Key Starting Materials)ની આયાત ચીનથી કરવામાં આવે છે.

ચીને ભારતમાં આયાત થતા રો મટિરિયલની કિંમતમાં 10-20 ટકાનો વધારો કર્યો છે. જેની સીધી અસર ભારતમાં દવાની કિંમતો પર પડશે. કિંમતમાં વધારો કરવાને કારણે દવાની કિંમતોમાં પણ ઉછાળો આવશે.ન માત્ર સ્થાનિક પરંતુ ભારતીય કંપનીઓ ધ્વરા તૈયાર થતી દવાઓ જે નિકાસ થાય છે તેના આંતરરાષ્ટ્રીય વેપાર ઉપર પણ અસર પડશે.

(1:10 pm IST)