Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

નેપાળી વિસ્તારમાં ચીને બાંધકામ કરતા વિરોધ પ્રદર્શન : ચીની વિસ્તારવાદને રોકોના સુત્રોચ્ચાર

તિબેટની સરહદ સાથે જોડાયેલ નેપાળી વિસ્તારમાં ૧૧ ઇમારતોનું બાંધકામ ખડકી દીધું

કાઠમુંડુ, તા. ર૪ : નેપાળના એક સીવિલ સોસાયટી ગ્રુપે દેશના વિસ્તારમાં કથિતરૂપે ઇમારતોના નિર્માણના વિરોધમાં ચીન વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કર્યા હતાં. મીડિયા રિપોર્ટ અનુસાર, લોકોના ટોળાએ હુમલા જીલ્લામાં આ પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ ચીનનું કહેવું છે કે નિર્માણ તેની હદમાં થયું છે.

કાર્યકર્તાઓ દ્વારા 'નેપાળની જમીન પાછી આપો' અને 'ચીની વિસ્તારવાદને રોકો' જેવા સુત્રોચ્ચારો કરાયા હતા. મીડિયા રિપોર્ટો અનુસાર, ચીને તિબેટની સરહદ સાથે જોડાયેલ નેપાળી વિસ્તારના હુમલા જીલ્લામાં કથિત રીતે ૧૧ ઇમારતોનું નિર્માણ કર્યું છે. વિવાદિત વિસ્તાર હુમલા જીલ્લાની નમખા ગ્રામીણ નગરપાલિકાના લમચા ગામમાં છે. જયારે બૈજીંગ તરફથી કહેવામાં આવ્યું છે કે આ બાંધકામ ચીની સરહદની અંદર કરવામાં આવ્યું છે.

રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે ચીન અને નેપાળની હદ નક્કી કરતો પિલર નંબર ૧૧ આ વિસ્તારમાંથી ગાયબ થઇ ગયો છે. ધ કઠમંડુ પોસ્ટે હાલમાં જ વિવાદિત વિસ્તારની મુલાકાત લેનાર હુમલાના સહાયક જીલ્લા અધિકારી દત્તરાજ હમલાના હવાલાથી કહ્યું છે કે ર૦૦પમાં આ વિસ્તારમાં ફકત એક ઝુંપડી જ હતી.

(2:26 pm IST)