Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

કોરોનાના કહેર વચ્ચે આસામમાં આફ્રિકન સ્વાઈન ફલૂથી ૧૮ હજાર ઢોરના મોતઃ ૧૨ હજાર ભૂંડને મારવાનો આદેશ

ગૌહાટી, તા.૨૪: આસામમાં આફ્રીકન સ્વાઇન ફ્લૂથી પ્રભાવિત વિસ્તારોમાં સરકારે ૧૨ હજાર ભૂંડોને મારવાનો આદેશ આપ્યો છે. રાજય સરકારે બીમારીને રોકવા માટે આદેશ આપ્યા છે કે, અધિકારીઓ આવા પશુઓના માલિકોને જરૂરીયાતના પ્રમાણમાં વળતર આપવાની વ્યવસ્થા કરે.

આ સ્વાઇન ફ્લૂને રોકવાની કરાઇ તૈયારી કરાઈ રહી છે

રાજયમાં ૧૨ હજાર ભૂંડને મારવામાં આવશે.આસામ સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જે વિસ્તારોમાં સ્વાઇન ફ્લૂની અસર જોવા મળી રહી છે, ત્યાં હાલમાં કુલ ૧૨ હજાર ભૂંડને મારવામાં આવે. એટલા માટે તેમના માલિકોને જરૂરી વળતર આપવામાં આવે. સ્વાઇન ફ્લૂના કારણે અત્યાર સુધીમાં આસામમાં ૧૮ હજારથી વધુ ઢોરના મોત થઇ ચૂકયા છે.

રાજય સરકારના એક નિવેદન અનુસાર, સ્વાઇન ફ્લૂથી પ્રદેશના ૧૪ જિલ્લા પ્રભાવિત થયા છે. આ તમામ જિલ્લાઓના ત્રણ વિસ્તારોમાં પ્રભાવિત પશુઓને મારવાનું કામ કરવામાં આવશે. આસામમાં કોરોના કાળ વચ્ચે સ્વાઇન ફ્લૂના સંક્રમણને રોકવા માટે સરકારે સત્ત્।ાવાર રીતે જલ્દીથી લાગૂ કરવાના આદેશ આપ્યા છે.

આફ્રીકન સ્વાઇન ફ્લૂ આસામમાં સૌથી પહેલા આ વર્ષે ફેબ્રુઆરીમાં સામે આવ્યો હતો. રાજય સરકારના પ્રવકતાએ જણાવ્યું કે, સંક્રમણ છ જિલ્લાઓમાંથી ૩ વધુ જિલ્લા માજુલી, ગોલાદ્યાટ અને કામરૂપ મેટ્રોપોલિટનમાં ફેલાઇ ગયો છે. શરૂઆતમાં રાજયના ૬ જિલ્લાઓમાં ડિબ્રૂગઢ, શિવસાગર, જોરહાટ, ઘેમાજી, લખીમપુર અને વિશ્વનાથ જિલ્લામાં સંક્રમણ સામે આવ્યું હતું.

(2:27 pm IST)