Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

મુંબઇ રકુલ પ્રીતનાં ઘરે NCBના દરોડાઃ ડ્રગ્સ કેસમાં થશે પુછપરછ

મુંબઇ, તા.૨૪: બોલિવૂડમાં ડ્રગ્સનાં કથિત કેસની તપાસ કરી રહેલાં માદક પદાર્ત નિયંત્રણ બ્યૂરોને બોલિવૂડમાં ડ્રગ્સનાં સેવન અને તેનાં ખરીદ વેચાણની તપાસને વધારતાં A લિસ્ટની હસ્તીઓનાં નામ સામે આવ્યાં છે. આ મામલે હાલમાં કેટલાંકને સમન્સ બજાવી દેવામાં આવ્યાં છે જયારે કેટલાંકનાં નામ પર હજુ પડદો છે. આજે આ કેસમાં રકૂલ પ્રિત સિંહની પૂછપરછ થશે.

સુશાંત સિંહ રાજપૂતનાં મોત સાથે જોડાયેલાં બોલિવૂડનાં ડ્રગ્સ મામલાની તપાસ કરી રહ્યાં છે. નારકોટિકસ કંટ્રોલ બ્યૂરો (NCB) તપાસ એજન્સીએ આજે ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે રકુલ પ્રીત સિંહને બોલાવી છે. દ્યણી એકટ્રેસિસનાં નામ સામે આવ્યાં બાદ આજે પહેલો દિવસ છે જયારે રિયા બાદ અન્ય એકટ્રેસિસની પૂછપરછ થશે.NCB આજે એકટ્રેસ રકુલ પ્રીત સિંહની પૂછપરછ કરવાની હતી. પણ રકુલપ્રીત તરફથી કહેવામાં આવ્યું કે તેને સમન મળ્યું નથી. જે બાદ NCBએ આ મામલે પ્રતિક્રિયા આપી. બાદમાં જાણકારી મળી કે રકુલપ્રીતને સમન મળી ગયુ છે. હવે NCB તેની શુક્રવારે પૂછપરછ કરશે. તો NCB દીપિકા પાદુકોણની પણ શુક્રવારે પૂછપરછ કરવાની છે.

NCBએ રકુલ પ્રીત અંગે જાણકારી આપી, એકટ્રેસને બુધવારે સમન્સ જારી કરવામાં આવ્યું હતું. NCBની ટીમે તેને વિભિન્સ સ્તર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ અત્યાર સુધી કોઇ પ્રતિક્રિયા મળી નથી.

(4:07 pm IST)