Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

દેશમાં ફરી લોકડાઉન આવશે તેવુ માનશો નહીં: ફક્‍ત જ્‍યાં સંક્રમણ વધ્‍યુ છે ત્‍યાં જ સ્‍વયંભૂ લોકડાઉન છેઃ કેન્‍દ્રીય ગૃહ મંત્રાલયે કરી સ્‍પષ્‍ટતા

નવી દિલ્હી: હાલમાં દેશના કેટલાક વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધતા સ્વયંભુ લોકડાઉન અંગેની જાહેરાત કરવામાં આવે છે. ત્યારે દેશની જનતા વચ્ચે એવી અટકળો આવી રહી હતી કે દેશમાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવી શકે છે. જો કે આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રાલયે સ્પષ્ટતા કરી છે.

કેન્દ્રીય ગૃહમંત્રાલયે લોકડાઉનને લઇને સ્પષ્ટતા કરી છે કે દેશના કેટલાક વિસ્તારોમાં સ્વયંભુ લોકડાઉન લગાવામાં આવ્યું છે, આ વાત સાચી છે. પરંતુ સ્વયંભુ લોકડાઉન એટલે દેશ પણ લોકડાઉન તરફ છે એવું માનશો નહીં.

ગૃહમંત્રાલયના જણાવ્યું અનુસાર દેશ કે કોઇપણ રાજ્યમાં કોઇપણ પ્રકારનું લોકડાઉન થવાનું નથી. સરકાર આ અંગે અનેક વખત સ્પષ્ટતા કરી ચૂકી છે. કેન્દ્ર દ્વારા અનલોક-4માં તમામ રાજ્યોને ગૃહમંત્રાલયે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે કોઇપણ રાજ્ય ગૃહમંત્રાલયની મંજૂરી વિના લોકડાઉન લાદી શકે નહીં.

(4:56 pm IST)