Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

એચપી હવે લેપટોપ બાદ સ્‍માર્ટફોન પણ વેચશેઃ ફોલ્‍ડેબલ ફોનથી શરૂઆત કરે તેવી શક્‍યતા

નવી દિલ્હી: સ્માર્ટફોન બજારમાં હવે તે કંપનીઓ પણ પોતાનો પગપેસારો કરવા જઇ રહી છે, જે અત્યાર સુધી ફક્ત લેપટો અને કોમ્યુટર્સ તથા પ્રિન્ટર્સ વેચતી હતી. વિશ્વની દિગ્ગજ અમેરિકીન કોમ્યુટર નિર્માતા કંપની હેવલેટ પેકર્ડ (HP) પણ જલદી જ પોતાના ફોલ્ડેબલ ફોન લોન્ચ કરી શકે છે.

2019માં કરાવી હતી પેટન્ટ

મીડિયા રિપોર્ટસ અનુસાર કંપની વર્લ્ડ ઇંટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓફિસ (WIPO)માં ફેબ્રુઆરી 2019માં એક ફોલ્ડેબલ ફોનની ડિઝાઇનની પેટન્ટ કરાવી હતી. ઇલેક્ટ્રોનિક્સ ડિસ્પ્લે ડિવાઇસ 'નામની પેટન્ટને 13 ઓગસ્ટ 2020ના રોજ મંજૂરી મળી ગઇ છે. એચપીનો અંતિ સ્માર્ટફોન 2016થી એલીટ એક્સ 3 હતો. આ વિંડોઝ 10 મોબાઇલ સ્માર્ટફોન છે જેને તમે ડેસ્કટોપ અનુભવ બનાવવા માટે સરળતાથી મોનિટર, કીબોર્ડ અને માઉસ સાથે કનેક્ટ કરી શકો છો.

ફોનમાં હશે ફ્લેટ ફ્લેક્સિબલ સ્ક્રીન

એચએ જે પેટન્ટ કરાવી હતી. તેના અનુસાર એક થ્રીડી ઇમેજ વડે ડિઝાઇન બનાવવામાં અવી છે. કંપની એક OLED ડિસ્પ્લે સાથે જ ફ્લેટ ફ્લેક્સિબલ સ્ક્રીન હશે. તેનાથી આ ફોનનો ઉપયોગ ફ્લિપ સાથે જ લેપટોપની માફક ઉપયોગ કરી શકાશે.

(4:58 pm IST)