Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ટીવી ડિબેટ્સમાં હેટ સ્પિચ પર પ્રતિબંધ મુકો : કોંગ્રેસના દિવંગત રાજીવ ત્યાગીની પત્ની સંગીતાએ સુપ્રિમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા

ઘણા લોકોએ ટીવી ડિબેટસની વર્તમાન પધ્ધતી પર નારાજગી વ્યક્ત કરતા તેને બદલવાની વાત કહીં

નવી દિલ્હી : કોંગ્રેસનાં દિવંગત પ્રવક્તા રાજીવ ત્યાગીની પત્ની સંગીતા ત્યાંગી સુદર્શન કેસમાં સુપ્રિમ કોર્ટ પહોંચી છે, તેમણે સુપ્રિમ કોર્ટને ટીવી ચર્ચામાં હેટ સ્પિચ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે, 

 અત્રે ઉલ્લેખનિય છે કે 12 ઓગસ્ટની મોડી સાંજે કોંગ્રેસ પ્રવક્તા રાજીવ ત્યાગીને હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું હતું.આ પહેલા એક ખાનગી ન્યુઝ ચેનલની ડિબેટમાં કોંગ્રેસનો પક્ષ લઇ રહ્યા હતાં, આ શોમાં બિજેપી તરફથી સંબિત પાત્રા હતાં, રાજીવ ત્યાગીનાં મોત બાદ ટીવી ડિબેટને લઇને ચર્ચા થઇ હતી, ઘણા લોકોએ ટીવી ડિબેટસની વર્તમાન પધ્ધતી પર નારાજગી વ્યક્ત કરતા તેને બદલવાની વાત કહીં છે,

(7:06 pm IST)