Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

મેક-ઇન ઇન્ડિયાને ફટકો: હાર્લી ડેવિડસને ભારતમાં ઉત્પાદન અને વેચાણ બંધ કર્યુ

ભારતમાં પોતાનું પ્રોડક્શન બંધ કરનાર હાર્લી ડેવિડસન ત્રીજી ઓટો કંપની બની

મુંબઇઃ કોરોના કાળમાં મોદી સરકારની મહત્વકાંક્ષી મેક-ઇન ઇન્ડિયા ઝુંબેશને એક પછી એક ફટકો પડી રહ્યો છે અને આ વખતે અમેરિકાની અગ્રણી ટુ-વ્હિલર બનાવતી હાર્લી ડેવિડસને ફટકો માર્યો છે. અમેરિકાની આ દિગ્ગજ મોયરસાઇકલનું ઉત્પાદન કરતી કંપની હાર્લી ડેવિડસને ભારતમાં પોતાનું પ્રોડક્શન અને વેચાણ બંધ કરવાની જાહેરાત કરી છે

 . આમ તો કંપની છેલ્લા ઘણા સમયથી આના સંકેત આપી રહી હતી અને આજે તેણે ભારત પોતાનું કામકાજ સમેટી લેવાની સત્તાવાર ઘોષણા કરી છે. આ સાથે ભારતમાં પોતાનું પ્રોડક્શન બંધ કરનાર હાર્લી ડેવિડસન ત્રીજી ઓટો કંપની બની છે. પાછલા સપ્તાહે ટોયોટા કિર્લોસ્કરે ભારતમાં નવું રોકાણ ન કરવાની જાહેરાત કરી હતી. તેની પૂર્વે જનરલ મોટર્સે ભારતમાં પ્રોડક્શન બંધ કર્યુ હતુ.

(7:20 pm IST)