Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ જે.વી. અજમેરાને 10 હજાર રૂપિયા કોર્ટમાં જમા કરાવવાનો હુકમ : વિડિઓ કોન્ફરન્સ ના માધ્યમથી કોર્ટ કાર્યવાહીમાં શામેલ થતી વખતે કારમાં બેસી સિગારેટ પીતા જોવા મળ્યા : કોર્ટની ગરિમાનો ભંગ કરવા બદલ નામદાર ન્યાયધીશે વ્યથા વ્યક્ત કરી

અમદાવાદ :  વિડિઓ કોન્ફરન્સ ના માધ્યમથી કોર્ટ કાર્યવાહીમાં શામેલ થતી વખતે કારમાં બેસી સિગારેટ પીતા જોવા મળેલા ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ જે.વી. અજમેરાને એક સપ્તાહમાં કોર્ટ રજિસ્ટ્રી સમક્ષ 10 હજાર રૂપિયા જમા કરાવી દેવા નામદાર કોર્ટના ન્યાયધીશ શ્રી એ.એસ.સુપેહીઆએ હુકમ કર્યો છે.તથા કોર્ટ કાર્યવાહી દરમિયાન આવી હરકત કરવા બદલ વ્યથા વ્યક્ત કરી છે.તેમજ હવે પછી કોર્ટ કાર્યવાહીમાં કારમાં બેસીને નહીં પણ પોતાની ઓફિસ કે ઘરમાં બેસી શામેલ થવા અજમેરાને સૂચના આપવા બાર કાઉન્સિલ તથા બાર એશોશિએશનને  જણાવ્યું છે.સાથોસાથ તેમના વિરુદ્ધની કાર્યવાહીનો  10 દિવસમાં અહેવાલ આપવા જણાવ્યું છે.તથા કોર્ટની ગરિમા જાળવવાની સૂચના આપવાનું જણાવ્યું છે.
કારમાં બેસી સિગારેટ પીતા પીતા વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી કોર્ટ કાર્યવાહીમાં શામેલ થવું તે બાબત કોર્ટની ગરિમાને નુકશાન પહોંચાડનારી ગણાય તેમ જણાવ્યું છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:24 pm IST)