Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

અજાણી મહિલાને ટ્રેનના પાટા ઉપર ફેંકી દેવાના આરોપસર ઇન્ડિયન અમેરિકન આદિત્ય વેમુલાપતીની ધરપકડ : મહિલા પાટા નજીક ફસકાઈ પડતા આબાદ બચાવ

ન્યુયોર્ક : અજાણી મહિલાને ટ્રેનના પાટા ઉપર ફેંકી દેવાના આરોપસર ઇન્ડિયન અમેરિકન આદિત્ય વેમુલાપતીની ધરપકડ થઇ છે.

ન્યુયોર્ક પોલીસે જણાવ્યા મુજબ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટે મહિલાને રેસ્ક્યુ કરી બચાવી  લીધી છે.તેને સામાન્ય ઇજા થઇ છે.

આરોપીએ ન્યુયોર્કના રેલવે સ્ટેશન ઉપર 5 નમ્બરની ટ્રેન આવે ત્યાં સુધી રાહ જોઈ હતી અને ટ્રેન પાટા ઉપર આવી તે સાથે જ  ધક્કો મારી દીધો હતો.પરંતુ મહિલા પાટા નજીક ફસકાઈ પડતા ટ્રેન પસાર થઇ ગઈ હતી તથા તેનો આબાદ બચાવ થયો હતો.


આરોપીને તેના અગાઉના પોલીસ રેકોર્ડ મુજબ તે અનેકવાર જુદા જુદા ગુનાસર પકડાયો હોવાથી  બિનજામીન લાયક ગુના સાથેના આરોપસર જેલમાં ધકેલી દેવાયો છે.
તેની માનસિક સારવાર કરાશે બાદમાં તેના ઉપર કાયદેસર કાર્યવાહી કરાશે તેવું જાણવા મળે છે

(8:45 pm IST)