Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

નીતીશકુમાર એક મહિનામાં 19 લાખ નોકરીઓ નહીં આપે તો જનઆંદોલન છેડાશે : તેજસ્વી યાદવનું એલાન

નોકરીઓનું સર્જન નહીં કરે તો ખેતરોથી લઇ માર્ગો સુધી વિશાળ આંદોલન શરુ થશે. ચૂંટણી વચનનું પાલન કરાવવા તેજસ્વીનો પડકાર

પટના :બિહારમાં રાજદ નેતા તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતીશકુમારને ‘ભ્રષ્ટાચારના ભીષ્મ પિતામહ’ ગણાવતા કહ્યું કે  તેઓ ચૂંટણી વચન મુજબ એક મહિનામાં રાજ્યના 19 લાખ લોકોને નોકરીઓ નહીં આપે તો વિશાળ જનઆંદોલન કરીશું.

વિધાનસભામાં ચૂંટાયેલા બિહારના નવા ધારાસભ્યોએ સોમવારે શપથ ગ્રહણ કર્યો હતો. ત્યાર બાદ રાજદ નેતા તેજસ્વી યાદવે નવા ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને શુભેચ્છા પાઠવી હતી અને CM નીતીશકુમાર પર પ્રહાર કર્યો હતો

તેજસ્જવી યાદવે ણાવ્યું કે,“બિહારના 1.56 કરોડ મતદારોએ ‘કમાઇ, દવાઇ, પઢાઇ, સિંચાઇ’ જેવા મુદ્દે ભરોસો કર્યો છે. અમે તેમના વિશ્વાસને તૂટવા નહીં દઇએ. અમારું સંઘર્ષ ચાલુ રહેશે. આ સરકાર એક મહિનામાં 19 લાકો માટે નોકરીઓનું સર્જન નહીં કરે તો ખેતરોથી લઇ માર્ગો સુધી વિશાળ આંદોલન શરુ થશે.

તેજસ્વીએજણાવ્યું કે જનતાએ જનાદેશ આપ્યો, ચૂંટણી પંચે ચુકાદો આપ્યો. આ ચૂંટણીમાં લોકોએ મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારના મુદ્દે મત આપ્યા હતા.

 

તેજસ્વી યાદવે વધુમાં જણાવ્યું કે,“નીતીશકુમાર ભ્રષ્ટાચારના ભીષ્મ પિતામહ છે. સરકારમાં આવ્યા બાદ ફરી એજ કામ તેમણે કર્યા. બધા ગુનેગારોને સંરક્ષણ આપવાનું નીતીશનું કામ છે. તેમણે એક ભ્રષ્ટાચારીને શિક્ષણમંત્રી બનાવ્યા. વિવાદ વધતા તો શિક્ષણમંત્રીને બદલી નાંખ્યા. હવે તે નવા શિક્ષણમંત્રીના પરિવાર અંગે પણ સવાલો થઇ રહ્યા છે. ત્યારે નીતીશકુમાર ચુપ કેમ છે?

તેજસ્વી યાદવે ટોણો માર્યો કે બિહારમાં ચૂંટણીમાં ત્રીજા નંબરે આવેલી પાર્ટીના મુખ્યમંત્રી છે. આવું દેશમાં કદાચ પહેલી વખત થયું હશે. રાજદ સૌથી મોટી પાર્ટી છએ. પહેલાં નીતીશુ કહેતા હતા કે તેમના કારણે રાજદને મત મળે છે. પરંતુ આ ચૂંટણીમાં રાજદ સૌથી મોટો પક્ષ બનીને સામે આવ્યો છે.

આરોપો અંગે તેજસ્વી યાદવે જણાવ્યું કે હું જ્યારે ડેપ્યુટી સીએમ હતો, ત્યારે મારા પર ઘણા આરોપ મૂકાયા હતા. મારા પર ત્યારે આરોપો મૂકાયા હતા, જ્યારે મારી મૂંછો પણ ફૂટી નહતી.

આજે જવાબ આપવાનો વારો નીતીશકુમારનો છે, કે તેમની કોઇ જવાબદારી છે કે નહીં? પરંતુ વિપક્ષ સામે સવાલ કરાઇ રહ્યા છે. તેમની જગ્યાએ મારું રાજીનામું માંગવામાં આવી રહ્યું છે. હવે જો અમારી વાતો સાંભળવામાં નહીં આવે તો લોકોની સાથે અમે માર્ગો પર ઉતરીશું.

(12:00 am IST)