Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

નવી દિલ્‍હીમાં સળંગ ચોથા દિવસે સોનાના ભાવમાં ઘટાડો : ૧૦૦ ગ્રામે રૂ. ૪૮પ ઘટતા સોનાનો ભાવ રૂ. પ૦૯૦૩ ચાંદીમાં રૂ. ર૦૮૧ ઘટતા રૂ. પ૮૦૯૯ ભાવ થયો

નવી દિલ્હીઃ સતત સળંગ ચોથા દિવસે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ૧૦ ગ્રામે રૂ. ૪૮પ ઘટતા સોનાનો ભાવ રૂ. પ૦૯૦૩ અને ચાંદીમાં રૂ. ર૦૮૧ ઘટતા રૂ.પ૮૦૯૯ ભાવ થયો છે.

આ અંગે વધુ વિગતો જોઇઅે તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો (gold-silver)ભાવ પ્રતિ ઔંસ 1,854 ડોલર ચાલતો હતો. આમ સોનું બે મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ ઔંસ 22.12 ડોલર હતો. ડોલરની મજબૂતાઈના લીધે સોનાના ભાવમાં સતત ઘટાડો જારી છે. તેના પગલે યુરોપમાં ચાલતી સામાન્ય આર્થિક નરમાઈની વિપરત અસર પડી છે. વિદેશના નબળા ભાવના લીધે સ્થાનિક બજારોમાં સોના-ચાંદીના (gold-silver)મોરચે નબળાઈ જોવા મળી હતી.

અમદાવાદમાં પણ સ્થાનિક સ્તરે સોનાના (gold-silver)ભાવમાં કડાકો બોલ્યો હતો. 99.9 સોનાનો ભાવ 50,000થી 51,000 થયો હતો, આમ તેમા ગઇકાલની તુલનાએ 750 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે 99.5 સોનાનો ભાવ 49,800થી 50,800 થયો હતો. આમ તેમા પણ તેટલો ઘટાડો નોંધાયો હતો. જ્યારે હોલમાર્ક સોનાનો (gold-silver)ભાવ 49,980 થયો હતો. ચાંદી ચોરસાનો ભાવ 55,500થી 57,000 થયો હતો અને ચાંદી રૂપુનો ભાવ 55,300થી 56,800 થયો હતો. જ્યારે જૂના સિક્કાનો ભાવ 575થી 775 હતો.

ઓઇલનો ભાવ યુએસ ઇન્વેન્ટરીઝમાં ઘટાડો થવાના લીધે સ્થિર હતો. તેમા યુરોપમાં કોવિડ-19ના બીજા વેવના ડરે પણ પણ મહત્ત્વની ભૂમિકા જવી હતી. બ્રેન્ટ ક્રૂડનો ભાવ 10 સેન્ટ કે 0.2 ટકા વધી પ્રતિ બેરલ 41.87 ડોલર હતો, જ્યારે યુ.એસ. વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયાટ (ડબલ્યુટીઆઇ) ક્રૂડ ફ્યુચર્સનો ભાવ 8 સેન્ટ કે 0.2 ટકા વધી પ્રતિ બેરલ 40.01 ડોલર થયો હતો. બંને બેન્ચમાર્કમાં સત્રના નીચલા સ્તરે ટ્રેડિંગ ચાલતું હતું.

ક્રૂડ ઓઇલનો ભાવ થોડો વધવાનું કારણ અમેરિકાના આંકડા દર્શાવતા હતા કે તેની ઇન્વેન્ટરીઝ ઘટી છે.

ઉપરાંત રૂપિયો ડોલર સામે 32 પૈસા ઘટીને 73.89 થયો હતો. રૂપિયો 73.82ના નીચલા સ્તરે ખૂલ્યો હતો અને છેવટે તે 73.89 પર બંધ આવ્યો હતો. ડોલરની મજબૂતાઈના લીધે રૂપિયો ડોલર સામે ઘટ્યો હતો. બુધવારો ડોલર સામે રૂપિયો એક પૈસા વધી 73.57 પર બંધ આવ્યો હતો. સત્ર દરમિયાન રૂપિયાએ ડોલર સામે 73.75ની નીચી સપાટી અને 73.96ની નીચી સપાટી બનાવી હતી.ફ્યુચર્સનો ભાવ 8 સેન્ટ કે 0.2 ટકા વધી પ્રતિ બેરલ 40.01 ડોલર થયો હતો. બંને બેન્ચમાર્કમાં સત્રના નીચલા સ્તરે ટ્રેડિંગ ચાલતું હતું.ક્રૂડ ઓઇલનો ભાવ થોડો વધવાનું કારણ અમેરિકાના આંકડા દર્શાવતા હતા કે તેની ઇન્વેન્ટરીઝ ઘટી છે.

 

(12:00 am IST)