Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ઓરલ હાઇજીન ઉપર ધ્યાન આપવું જરૂરી છે

કોવિડ-૧૯ બેકટેરિયા સાથે લાળ દ્વારા પણ શરીરમાં પ્રવેશી શકે છે કોરોના

નવી દિલ્હી, તા.૨૫: કોરોના વાયરસથી બચવા માટે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગની સાથે મોઢાની સફાઈ એટલે કે ઓરલ હાઈજિન પર પણ ધ્યાન આપવાનું રહેશે. એઈમ્સના વૈજ્ઞાનિકોનો દાવો છે કે બેકટેરિયાની સાથે સાથે લાળની મદદથી પણ કોરોના વાયરસ શરીરમાં પ્રવેશે છે. જો તમે લાંબી મુસાફરી કરો છો તો માસ્ક ચહેરા પર રહે છે અને તેના કારણે લાળ બનવાનું ઓછું થાય છે.

જયારે દાંતની વચ્ચે ખાદ્ય પદાર્થના ટુકડા ફસાઈ રહે છે ત્યારે બેકટેરિયાની સંખ્યા વધે છે જે પેઢા અને જીભ પર ચોંટેલા રહે છે. ખાદ્ય પદાર્થ ફસાયેલા હોવાના કારણે મોઢાનું તાપમાન ૨૭-૩૦ ડિગ્રી સેલ્સિયસથી વધારે ન હોવાના કારણે સંક્રમણનો ખતરો રહે છે. એક અધ્યયન અનુસાર વાયરસ ફકત આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને સાથે જ અંદર સુધી પહોંચીને અસર કરે છે.

બ્રિટિશ ડેન્ટલ જર્નલમાં કહેવાયું છે કે ઓરલ હાઈડિન અને તીવ્ર વાયરલ શ્વસન સંક્રમણ પર શોધ થઈ છે. તેમાં વૃદ્ઘોને નિમોનિયા પીડિત હોવામાં ખરાબ ઓરલ હાઈજિન કારણ મળી રહ્યું છે. કોરોના માટે પણ આ શકય છે. એવામાં કોરોનાના ૫૦ ટકા કેસમાં વધારે મોત બેકટેરિયલ સુપર ઈન્ફેકશનના કારણે થાય છે.

મળતી માહિતી અનુસાર ૧૯૧૮માં ઈન્ફલુએન્ઝા મહામારીમાં પણ બેકટેરિયલ ઈન્ફેકશનનો દુષ્પ્રભાવ મળ્યો હતો. વર્ષ ૨૦૦૯માં એચ૧એન૧ ફ્લુથી ઓછું અને બેકટેરિયલ સુપર પોઝિશનથી વધારે મોત થયા હતા. લાળના કારણે રોગજનક બેકટેરિયાના નીચે શ્વસનમાં જમા થાય છે. તેનાથી ફેફસાનું સંક્રમણ વધે છે. ઓરલ હાઈજિનથી ફેફસાની વચ્ચે જીવાણુઓની સંખ્યા વધવા લાગે છે.

માનવામાં આવે છે કે યાત્રા પહેલાં દાંતને સારી રીતે સાફ કરો. ખારા પાણીથી કોગળા કરો. નાક સાફ કરો અને યાત્રા સમયે કંઈ પણ ખાઓ કે પીઓ તો તરત બ્રશ કરો. એક સ્વચ્છ અને સ્વસ્થ મોઢાથી વાયરસ સંક્રમણનો ખતરો ઘટે છે.

(10:38 am IST)