Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

સૌથી સમૃદ્ધ દેશ કુવૈતમાં રોકડની તંગી: મૂડીએ પહેલીવાર રેટિંગ ડાઉનગ્રેડ કર્યું

ક્રૂડની કિંમતોમાં ઘટાડાથી તેની ઈકોનોમી ખરાબ રીતે પ્રભાવિત થઈ

નવી દિલ્હી : વિશ્વનાં સમૃદ્ધ દેશ  કુવૈત રોકડ સંકટ સામે ઝઝુમી કરી રહ્યું છે. રેટિંગ એજન્સી મૂડીઝે હાયર લિક્વિડિટી રિસ્ક અને નબળા ગવર્નન્સ તથા ઈન્સ્ટીટ્યૂશનલ સ્ટ્રેન્થને ટાંકીને કુવૈતનું રેટિંગ ડાઉનગ્રેડ કરી દીધું છે. આ પહેલી વખત છે કે, જ્યારે મૂડીઝે કુવૈતનું રેટિંગ ડાઉનગ્રેડ કરાયું છે. ખાડી દેશ કુવેતની પાસે ક્રૂડનો અખૂટ ભંડાર છે, પરંતુ ક્રૂડની કિંમતોમાં ઘટાડાથી તેની ઈકોનોમી ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. કુવૈતને ઈન્ટરનેશનલ ડેટ રિલીઝ કરવાની મંજૂરી આપતો કાયદો પસાર કરવામાં સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

મૂડીઝે કહ્યું કે, કાયદાના અભાવમાં કુવેત ડેટ રિલીઝ કરી શકે તેમ નથી અને ફ્યૂચર જનરેશન્સ ફંડમાં સોવરેન વેલ્થ ફંડ પણ લઈ શકે તેમ નથી. દેશની પાસે જ રોકડ ઉપલબ્ધ છે, તે પૂરી થવામાં છે. મજબૂત નાણાકીય સ્થિતિ છતાં દેશમાં લિક્વિડિટી સંકટ ઊભું થઈ રહ્યું છે. એ જ કારણ છે કે, મૂડીઝ ઈનવેસ્ટર સર્વિસે કુવેતનું રેટિંગ A1થી ઘટાડીને Aa2 કરી દીધું. ગત્ વખતે કુવેતે જ્યારે 2017માં ઈન્ટરનેશનલ માર્કેટમાં ડેટ રિલીઝ કર્યું હતું તો તેના બોન્ડ્સને અબુ ધાબી દ્વારા ઈસ્યૂ પેપરની બરાબર ટ્રેડ કરાયા હતા.

(10:41 am IST)