Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ડ્રગ્સ મામલે બે ટીવી કલાકારો ઉપર કેસ થયો

ડ્રગ્સ મામલે મુંબઇ નાર્કોટીક બ્યુરોના ઓફીસર સમીર વાનખેડે અને ટીમે બે ટીવી કલાકારો અબિગૈલ પાંડે અને સનમ જોહરની પુછપરછ કર્યાનું એબીપીએ જણાવેલ. દરમિયાન ઝી ન્યુઝના હેવાલ મુજબ હવે બે ટીવી કલાકાર સામે ડ્રગ્સ મામલે કેસ દાખલ થયા છે. આ બંને ટીવી કલાકારને ત્યાં દરોડા પાડયા બાદ પુછપરછ થઇ હતી. ડ્રગ પેડલર કેજે ઉર્ફે કરમજીત અને સંકેતની પુછપરછમાં આ બંને નામ બહાર આવ્યા હતા. કુલ ૧૯ની ધરપકડ થઇ ચુકી છે.

 

(11:19 am IST)