Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

પોતાના ફાયદા માટે બીજાની જિંદગી દાવ પર લગાવવાનો ખેલ : વિયેતનામમાં વપરાયેલા કોન્ડોમ ફરીથી વેચવાનું કૌભાંડ ઝડપાયું : મેડિકલ વેસ્ટ ગણાતા વયરાયેલા કોન્ડોમનો 360 કિલ્લો જથ્થો જપ્ત

વિયેતનામ : પોતાના ફાયદા માટે બીજાની જિંદગી દાવ પર લગાવતા માણસો ક્યારેય અધમ કૃત્ય કરતા અચકાતા નથી.તેનો તાજો દાખલો વિયેતનામમાં જોવા મળ્યો છે.
જે મુજબ વપરાયેલા કોન્ડોમ ગરમ પાણીમાં ધોઈ તેને લાકડાના બનાવેલા પેનીસ ઉપર ચડાવી કોન્ડોમનો આકાર અપાતો હતો.અને ત્યારપછી તેને સુકવી ,પેકેટમાં પેક કરી નવા કોન્ડોમ તરીકે વેચવામાં આવતા હતા.જે આસપાસમાં આવેલી દુકાનો તથા હોટલોમાં વેંચતા હતા.
આવા 360 કિલ્લો કોન્ડોમનો જથ્થો મળી આવતા તપાસ કરાઈ હતી.જે મુજબ આ કૃત્ય કરનાર મહિલાએ જણાવ્યું હતું કે તેને કોઈ એક વ્યક્તિ વપરાયેલા કોન્ડોમ આપી જતી હતી જેને સાફ કરી પેકેટમાં પેક કરી આપવા માટે તેને પૈસા ચુકવતા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:23 am IST)