Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

અભયભાઇની તબિયતમાં સારી એવી રીકવરીઃ શનિ-રવિમાં ડો.સમીર ગાંધી સુરતથી ફરી રાજકોટ આવી રહયા છે

રાજકોટઃ ભાજપના રાજયસભાના સભ્ય અને સૌરાષ્ટ્રના પ્રથમ હરોળના ધારાશાસ્ત્રી શ્રી અભયભાઇ ભારદ્વાજને કોરોના પોઝીટીવ આવ્યા બાદ રાજકોટની કોવિડ સિવીલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દરમિયાન કોરોનાએ ઉગ્ર સ્વરૂપ પકડતા અભયભાઇની સ્થિતિ ખુબ જ ગંભીર બનવા સાથે વેન્ટીલેટર ઉપર લેવા પડયા હતા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનું સતત મોનીટરીંગ, એઇમ્સના ડોકટરોની સતત કાળજી અને અમદાવાદ તથા સુરતના કોરોના તથા ફેફસાના નિષ્ણાંત ડોકટરોની ટીમની અથાગ મહેનત બાદ હવે અભયભાઇની સ્થિતિ સારી રીતે ઇમ્પ્રુવ થઇ રહયાનું તેમના લધુબંધુ અને સૌરાષ્ટ્ર ભાજપના અગ્રણી શ્રી નિતિન ભારદ્વાજે આજે સવારે અકિલાને જણાવ્યુ હતુ.

તેમણે જણાવેલ કે શનિ-રવિવારે સુરતથી ફેફસા અંગેના નિષ્ણાંત ડો. સમીર ગાંધી ફરી રાજકોટ આવી રહયા છે, તેઓ અભયભાઇની તબિયત તપાસી આગળ શું કરવુ તે નિર્ણય લેશે.

રાજકોટ ખાતે ક્રિટીકલ કેરના નિષ્ણાંત અને ડેન્ગ્યુ-સ્વાઇનફલુ તથા કોરોનાના સેંકડો કેસ સફળતાપૂર્વક હેન્ડલ કરનાર સ્ટાર સીનર્જી કોવિડ હોસ્પિટલના  ડો. જયેશ ડોબરીયા અને ડોકટરોની ટીમ સતત અભયભાઇની કાળજી લઇ રહયાનું નિતિનભાઇએ જણાવેલ. અભયભાઇનું ઓકિસજન લેવલ હવે જળવાઇ રહે છે. ફેફસાનું કાર્યપણ હવે કાબુમાં છે.

(11:34 am IST)