Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

પંજાબમાં કૃષિ બિલ લાગુ નહીં થવા દઉં : કેન્દ્ર સરકાર ખેતીનો કારોબાર પણ અંબાણી અને અદાણીઓને વેચી નાખવા માંગે છે : મુખ્યમંત્રી કેપ્ટ્ન અમરિન્દર સિંઘ

જલંધર : પંજાબના મુખ્યમંત્રી કેપ્ટ્ન  અમરિન્દર સિંઘએ એક સ્થાનિક વર્તમાનપત્રના સંવાદદાતાને જણાવ્યું હતું કે હું પંજાબમાં કૃષિ બિલ લાગુ નહીં થવા દઉં . તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકાર ખેતીનો કારોબાર પણ અંબાણી અને અદાણીઓને વેચી નાખવા માંગે છે .

ઉલ્લેખનીય છે કે પંજાબમાં કૃષિ બિલના વિરોધમાં ગઈકાલ 24 સપ્ટે.થી  26 દરમિયાન 3 દિવસીય બંધનું એલાન આપવામાં આવ્યું છે.અનેક ખેડૂતો રોડ ઉપર ઉતરી આવ્યા છે.તથા ચક્કાજામના દ્રશ્યો સર્જાયા છે.

પંજાબની કોંગ્રેસ પાર્ટી ,અકાલી દળ ,આમ આદમી પાર્ટી ,સહિતના રાજકીય પક્ષોએ આ બિલ સામે વિરોધ નોંધાવ્યો છે.ઉપરાંત દેશના અન્ય અમુક રાજ્યોમાં પણ ભારે વિરોધ થઇ રહ્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:07 pm IST)