Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

સુરંગના બ્યુટી ફિકેશન માટે યોગી સરકારે ૨૦ લાખ રૂપિયા કર્યા મંજૂર : લાક્ષાગૃહની જગ્યાને મોટો ટુરીઝમ સ્પોટ બનાવવાની તૈયારી

લાક્ષાગૃહમાંથી જે સુરંગ દ્વારા પાંડવો ભાગ્યા હતા તેનું ખૂલશે રહસ્ય

પ્રયાગરાજ,તા. ૨૫: યોગી આદિત્યનાથ સરકાર મહાભારત અને રામાયણ કાળના પૌરાણિક સ્થળોના વિકાસ માટે પ્રતિબધ્ધ છે. આ શ્રૃંખલામાં હંડીયા લાક્ષાગૃહને મોટો ટુરીઝમ સ્પોટ બનાવવાની તૈયારીએ થઇ રહી છે. લાક્ષાગૃહ પર્યટન સ્થળ વિકાસ સમિતિએ અહીં મહાભારત રિસર્ચ સેન્ટર બનાવવાનો પ્રસ્તાવ મૂકયો છે. ઉત્તર પ્રદેશ પર્યટન વિભાગ તેના પર વિચાર કરી રહ્યો છે. અત્યારે સત્સંગ ભવનના નિર્માણ અને બ્યુટીફીકેશનનું કામ ચાલી રહ્યુ છે અલ્હાબાદ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના કેટલાક રિસર્ચરો અહીં લાક્ષાગૃહ પર પણ રિસર્ચ કરી રહ્યા છે.

પ્રયાગરાજ હેડ કવાર્ટરથી ૪૦ કિમી દૂર હંડીયામાં એક સુરંગ મળી હતી. એવો દાવો કરાયો હતો કે આ એ સુરંગ છે. જેના દ્વારા પાંડવો લાક્ષાગૃહમાંથી બચવા માટે નિકળ્યા હતા. લગભગ ચાર ફૂટ પહોળી આ સુરંગ બાબતે માન્યતા છે કે આ સુરંગ માર્ગે પાંડવો લાક્ષાગૃહમાંથી સરકાર અને આર્કીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયા પાસે ખોદવાની માંગણી કરી હતી.

(2:36 pm IST)