Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

કોરોના દર્દીઓ માટે ખરીદાયેલા વેન્ટિલેટર્સના અડધા પણ ઈન્સ્ટોલ કરાયા નથી : સરકારના આંકડાએ જ ખોલી પોલ

ખરીદાયેલા ૬૦,૯૪૮ વેન્ટિલેટર્સમાંથી ૨૩,૬૯૯ જ ઇન્સ્ટોલ કરાયા

નવી દિલ્હી, તા. રપ :  કોરોના દર્દીઓ માટે ખરીદાયેલા વેન્ટિલેટર્સમાંથી મોટાભાગનો ઉપયોગ ન થયો હોવાનો ખુલાસો સરકારી આંકડામાં થયો છે. એક તરફ અનેક રાજયોમાં વેન્ટિલેટરની કમી હોવાની બુમરેગ સંભળાય છે. બીજી તરફ સરકારી આંકડા કંઈક અલગ ચિત્ર દર્શાવી રહ્યા છે. ત્યારે આ પ્રકારના આંકડા અને વાસ્તવિકતા અનેક શંકાઓ ઉપજાવે તેવી છે. આંકડા કહે છે કે ખરીદાયેલા ૬૦ હજાર ૯૪૮ વેન્ટિલેટર્સમાંથી ૨૩ હજાર ૬૯૯ જ ઇન્સ્ટોલ કરાયા છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારે ઓકિસજનના પુરવઠાની અછત હોવાની બુમો પાડી હતી. તેમજ તેમણે વધારે જથ્થો રાજસ્થાન અને ઉત્ત્।રપ્રદેશને મોકલાતો હોવાની વાત પણ કરી હતી. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા બધા રાજયોને આદેશ આપ્યો છે કે ઓકિસજન લઇ જતા વાહનોને કોઇ રોકટોક વગર જવા દેવામાં આવે, કારણ કે કોવિડ-૧૯ ના દર્દીઓ માટે ઓકિસજનની ભૂમિકા મહત્વની છે.

(2:38 pm IST)