Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

સ્વદેશી રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને લીલીઝંડી આપતા યોગી આદિત્યનાથ

લખનઉઃ કોરોના સંક્રમણ યુપીમાં પોતાનો કહેર વરસાવી રહયું છે. યુપી સરકાર પણ પોતાની ઉપલબ્ધ સુવિધાઓથી કોરોના સંક્રમણનો મુકાબલો કરી રહી છે. યુપીમાં કોરોના વેકસીનની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. બે તબક્કાઓ સફળતાપુર્વક પુરા થયા પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યુપીમાં સ્વદેશી રસી કોવેકસીનના ત્રીજા તબક્કાની હયુમન ટ્રાયલને લીલીઝંડી આપી દીધી છે. આ હયુમન ટ્રાયલ યુપીના બે શહેરો લખનૌ અને ગોરખપુરમાં થશે. આના માટે નોડલ ઓફીસરો નિયુકત કરવામાં આવ્યા છે. ઓકટોબરમાં પહેલા સપ્તાહમાં ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ થવાની છે. સ્વદેશી કોરોના રસી પર ભારત બાયોટેક ઇન્ટરનેશનલ કંપની કામ કરી રહી છે.

ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લીમીટેડે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરીષદ (આઇસીએમઆર) અને રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન સંસ્થાન (એનઆઇવી) સાથે મળીને આ પહેલી સ્વદેશી રસી કોવેકસીન તૈયાર કરી છે. અત્યારે તેના બે તબક્કાના ટ્રાયલ પુરા થઇ ચુકયા છે. હવે ત્રીજા તબક્કાના હ્યુમન ટ્રાયલમાં આ બે સંસ્થાના લોકો ઉપરાંત અન્ય લોકો પર પણ તેનું પરીક્ષણ કરવામાં આવશે.

(2:39 pm IST)