Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

લેહ-લદાખ :૫.૬ની તીવ્રતાના ધરતીકંપથી લોકોમાં ગભરાટ

જમ્મુ-કાશ્મીરમાં ધરતી ધણધણી : કોઈ જાનહાની ન થઇ : લોકો ઘરની બહાર દોડી આવ્યા

શ્રીનગર, તા. ૨૫ : શુક્રવારે બપોરે લેહ-લદાખ વિસ્તારમાં ૫..૬ ની તીવ્રતાનો ભુકંપ અનુભવાયો હોવાની નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ભૂકંપના જોરદાર આંચકા બાદ સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ જ મહિનામાં ૮ સપ્ટેમ્બરના રોજ લદ્દાખના કારગિલમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા ૪.૪ હતી. આ પહેલા ૩૧ ઓગસ્ટે લેહ-લદાખમાં ભૂકંપ આવ્યો હતો. તે સમય દરમિયાન તીવ્રતા ૪.૩ નોંધાઈ હતી. ગુરુવારે સવારે જમ્મુ-કાશ્મીરમાં હળવા આંચકા અનુભવાયા હતા.

            ભૂકંપની તિવ્રતા ૩..૭ ની હતી. ભૂકંપને કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી, જોકે લોકો ગભરાટના કારણે ઘરની બહાર આવી ગયા હતા. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી મુજબ ગુરુવારે સવારે ૮.૧૯ વાગ્યે જમ્મુ-કાશ્મીરમાં ૩.૭ ની તીવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર ગુલમર્ગથી ૨૮૧ કિમી ઉત્તરમાં હતું. આ મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં બે વાર આંચકા અનુભવાયા છે. આ પહેલા ૧૧ સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરમાં હળવા આંચકા અનુભવાયા હતા. ત્યારબાદ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૩ રહી હતી.

(9:42 pm IST)