Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

' શીખ અમેરિકન્સ ફોર બિડન ' : અમેરિકામાં વસતા શીખ સમૂહે પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનને સમર્થન ઘોષિત કર્યું : દેશમાં વસતી તમામ કોમો માટે સમાનતાનો વ્યવહાર કરી શકનાર તરીકે જો બિડનને યોગ્ય ગણાવ્યા

વોશિંગટન : ' શીખ અમેરિકન્સ ફોર બિડન ' : યુ.એસ.માં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણી માટે સ્થાનિક શીખ સમૂહે ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનને સમર્થન ઘોષિત કર્યું છે.

' શીખ અમેરિકન્સ ફોર બિડન ' સૂત્ર સાથે શીખ કોમ્યુનિટી અગ્રણીઓએ અમેરિકાના પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ તથા 2020 ની સાલના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનને સમર્થન આપતા જણાવ્યું હતું કે દેશમાં તમામ કોમો માટે સમાનતાનો વ્યવહાર કરી શકનાર તરીકે જો બિડન પ્રેસિડન્ટ તરીકેના યોગ્ય ઉમેદવાર છે.

જો બિડન સાથેની સ્પર્ધાના વર્તમાન પ્રેસિડન્ટ તથા  રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ શીખો પ્રત્યે ભેદભાવ રાખી રહ્યા હોવાનું જણાયું છે. તથા તેમના પ્રેસિડન્ટ પદ હેઠળ વંશીય ભેદભાવની ઘટનાઓ વધી છે.તેવું ન્યુજર્સી મેયર રવિ ભલ્લા સહિતના કોમ્યુનિટી અગ્રણીઓએ જણાવ્યું હતું.

(8:10 pm IST)