Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

હવે ફાટેલી નોટો તમે કોઇપણ બેંકમાં ભરી શકશો બદલી શકશો

રીઝર્વ બેંકે નવી માર્ગદર્શીક બહાર પાડી : હવે તમે જુની નોટો તમારા બીલના ભરણામાં તેમજ સેવીંગ કરન્ટ એકાઉન્ટમાં પણ જમા કરાવી શકશો

શું તમારી પાસે જૂની કે ફાટેલી ચલણી નોટો છે… શું કોઈ દુકાનદાર તે નોટો લઈ રહ્યો નથી. જો એવું કંઈપણ છે, તો તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હવે તમે આ નોટોને સરળતાથી બદલી શકો છો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા ફાટેલી અને જૂની નોટોને લઈને ગાઇડલાઈન પણ જારી કરવામાં આવી છે, જે મુજબ ગ્રાહકો બેંકમાં જઈને આવી નોટો બદલી શકે છે. ચાલો તમને જણાવીએ કે જૂની નોટોને કેવી રીતે બદલવી-

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના નિયમો મુજબ, દરેક બેંકે જૂની, ફાટેલી અથવા વળી ગયેલી નોટો સિવાય કે તે નકલી ન હોય તેવી નોટો સ્વીકારવાની રહેશે. તેથી, તમે સરળતાથી નજીકની બેંક શાખામાં જઈ શકો છો અને નોટ બદલી શકો છો. આ માટે કોઈ ફી લેવામાં આવતી નથી. ઉપરાંત, તે બેંકના ગ્રાહક હોવું પણ જરૂરી નથી.

તમને જણાવી દઈએ કે, નોટ બદલવા માટે બેંક ઉપર નિર્ભર કરે છેકે, તે બદલાશે કે નહી. આ માટે, કોઈપણ ગ્રાહક બેંકને દબાણ કરી શકશે નહીં. જણાવી દઈએકે, બેંક નોટ લેતી વખતે, તે ચેક કરે છે કે નોટ ઇરાદાપૂર્વક ફાડવામાં આવી છે કે કેમ. આ સિવાય નોટની હાલત કેવી છે. તે પછી જ બેંક તેને બદલી દે છે. જો નોટ નકલી નથી અને તેની સ્થિતિ થોડી સારી છે, તો બેંક તેને સરળતાથી બદલી દે છે.

તમને જણાવી દઈએ કે કેટલાક કિસ્સાઓમાં નોટો બદલી શકાતી નથી. આરબીઆઈના નિયમો મુજબ, ખરાબ રીતે દાઝેલી, નાના ટુકડા થયેલી નોટોને બદલી શકાતી નથી. આવી નોટો ફક્ત આરબીઆઈની ઇશ્યૂ ઓફિસમાં જમા થઈ શકે છે.

જણાવી દઈએ કે આવી નોટો સાથે તમે તમારા બિલ અથવા ટેક્સ ચુકવણી કરી શકો છો. આ સિવાય તમે આવી નોટો બેંકમાં જમા કરીને તમારા ખાતાની રકમ વધારી શકો છો.

જણાવી દઈએકે, કોઈપણ નોટ જેના પર સંદેશ લખવામાં આવ્યો છે અથવા કોઈપણ પ્રકારનો રાજકીય સંદેશ લખવામાં આવ્યો છે, તે નોટોનો ઉપયોગ કરી શકાતો નથી.

(12:47 pm IST)