Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

એલન મસ્ક હવે બિલ ગેટ્સને પાછળ છોડી વિશ્વમાં દ્વિતિય સૌથી ધનિક બન્યા

ઇલોન મસ્કની કુલ સંપત્તિ આ વર્ષે ૭.૨ બિલિયન ડોલરથી વધીને ૧૨૭.૯ બિલિયન ડોલર થઈ

વોશિંગ્ટન: ટેસ્લા અને સ્પેસ એક્સ કંપનીના સીઈઓ એલન મસ્કે માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સને પાછળ છોડી દીધા છે અને હવે મસ્ક દુનિયાના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. ૪૯ વર્ષીય એલન મસ્કની કુલ સંપત્તિ આ વર્ષે ૭.૨ બિલિયન ડોલરથી વધીને ૧૨૭.૯ બિલિયન ડોલર થઈ ગઈ છે. ઇલોન મસ્કની સંપત્તિમાં આ વધારો તેમની કંપની ટેસ્લાના શેરોમાં આવેલા એક ઉછાળાના કારણે થયો છે. આ રીતે એલન મસ્કની આ વર્ષની પોતાની સંપત્તિમાં કુલ ૧૦૦.૩ બિલિયન ડોલરનો વધારો કરી દીધો છે.

 

 બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર એલન મસ્કે આ વર્ષે પોતાની સંપત્તિમાં સૌથી વધુ વૃદ્ધિ કરી છે. આ રેન્કિંગમાં ૫૦૦ સૌથી અમીર લોકો સામેલ છે. આ વર્ષે જાન્યુઆરીમાં ઇલોન મસ્ક ૩૫મા સ્થાન પર હતા. મસ્કની સંપત્તિ વધવા પાછળનું સૌથી મોટું કારણ તેમની કંપની ટેસ્લાના શેરમાં ઉછાળો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમની કંપનીના માર્કેટ શેર વધીને ૫૦૦ બિલિયન ડોલર થઈ ગયો છે. મસ્કની આ ઉપલબ્ધિના કારણે આઠ વર્ષના ઇતિહાસમાં આ બીજી વખત છે કે માઈક્રોસોફ્ટના સહસ્થાપક દુનિયાના અમીર લોકોની યાદીમાં બીજા સ્થાન પર આવી ગયા છે

(11:13 am IST)