Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ગુજરાતમાંથી સળંગ ર૭ વર્ષ રાજયસભામાં સભ્ય તરીકે અહેમદ પટેલનો વિક્રમઃ પેટા ચૂંટણી આવશે

કોંગ્રેસના ૩ અને ભાજપના ૭ સભ્યો ચૂંટાયેલા છેઃ હવે ૧ બેઠક ખાલી પડી

રાજકોટ તા. રપઃ ગુજરાતના રાજયસભાના સભ્ય અને કોંગ્રેસના દિગ્જજ રાષ્ટ્રીય નેતા શ્રી અહેમદ પટેલના અવસાનથી શોકની લાગણી છવાઇ ગઇ છે. તેઓ ૧૯૯૩થી રાજયસભામાં ચૂંટાતા આવે છે. ગુજરાતમાંથી સળંગ ર૭ વર્ષ રાજયસભામાં પ્રતિનિધિત્વ કરનારા તેઓ એક માત્ર નેતા છે. છેલ્લે તેઓ ર૦૧૭ જુલાઇમાં રાજયસભામાં ચૂંટાયેલા તેમના અવસાનથી ખાલી પડેલ બેઠકમાં બાકીના અઢી-ત્રણ વર્ષની મુદત માટે પેટા ચૂંટણી આવશે. હાલ રાજય વિધાનસભામાં ભાજપની તોતીંગ બહુમતી છે.

ગુજરાતમાંથી રાજયસભામાં ૧૧ સભ્યોનું સંખ્યા બળ છે. જેમાં કોંગ્રેસમાંથી નારણભાઇ રાઠવા, શકિતસિંહ ગોહિલ અને અમીબેન યાજ્ઞિક ચૂંટાયેલા છે. ભાજપના ૭ સભ્યોમાં પરસોતમ રૂપાલા, મનસુખ માંડવિયા,  એસ. જયશંકર, અભય ભારદ્વાજ, નરહરિ અમીન, રમીલાબેન બારા અને જુગલજી ઠાકોરનો સમાવેશ થાય છે. છેલ્લે જુન ર૦ર૦માં રાજયસભાની ૪ બેઠકો માટે ચુંટણી થઇ હતી. ખાલી પડેલી ૧ બેઠકની આવતા ૬ માસમાં ચૂંટણી થવા પાત્ર છે.

(11:30 am IST)