Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

લાલુ પ્રસાદની જામીન અરજી પર સીબીઆઈનો જવાબ : કહ્યું હજી અડધી સજા પણ પુરી થઈ નથી

એક સજાની અવધિ સમાપ્ત થયા બાદ જ બીજી સજા થાય શરૂ : જામીન અરજીમાં આધાર અયોગ્ય

રાંચી :લાલુ પ્રસાદને જામીન ન મળે તે માટે સીબીઆઈએ મથામણ કરી રહી છે. સીબીઆઈ તરફથી આ સંબંધિત હાઈકોર્ટમાં જવાબ આપવામાં આવ્યો છે. સીબીઆઈએ પોતાના જવાબમાં કહ્યું કે, લાલુ પ્રસાદની હજી અડધી સજા પણ પુરી થઈ નથી.

 સીબીઆઈએ પોતાનો જવાબ રજૂ કરતાં અદાલતમાં જણાવ્યું કે લાલુ પ્રસાદ તરફથી દાખલ કરવામાં આવેલી જામીન અરજીમાં જે આધાર આપવામાં આવ્યો છે તે યોગ્ય નથી, માટે હજી તેમને જામીન આપવા જોઈએ નહીં.

ઝારખંડ હાઈકોર્ટના વકિલ ધીરજ કુમારે જણાવ્યું કે સીબીઆઈએ સીઆરપીસીની ધારા 427નો હવાલો આપતાં પોતાના જવાબમાં કહ્યું છે કે આ ધારાના આધાર પર લાલુ પ્રસાદને જામીન ન આપી શકાય.

સીબીઆઈ અનુસાર લાલુ પ્રસાદને ચાર મામલે અલગ અલગ સજા ફટકારવામાં આવી છે. સીઆરપીસીની ધારા 427 અનુસાર કોઈ પણ વ્યકિતને એક કરતા વધારે મામલાઓમાં દોષી ઠહેરાવી સજા સંભળાવવામાં આવે છે, પરંતુ અદાલત તમામ સજા એક સાથે ચલાવવાનો આદેશ નથી આપતી. તેથી તે આરોપીની એક સજાની અવધિ સમાપ્ત થયા બાદ જ બીજી સજા શરૂ થાય છે

(12:11 pm IST)