Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

કોરોના : આજે ૨૫ કેસ : બેના મોત

રાજકોટમાં આજ સુધીમાં કુલ ૧૦,૪૦૨ કેસ થયા તેની સામે ૯,૫૧૬ સાજા થતાં રિકવરી રેટ ૯૧.૭૦ ટકા થયો : શહેરમાં ૮૨ કન્ટેન્ટમેન્ટ ઝોન અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૬૭ કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત : આજે ૪,૩૧૬ ઘરોમાં સર્વે થયો : ૧૨ને તાવ -શરદીનાં લક્ષણો

રાજકોટ તા. ૨૪ : શહેરમાં દિવાળીના તહેવારો બાદ ફરી કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે. તંત્રએ કાબુ મેળવવા રાત્રી કર્ફયુ લગાવ્યો છે. કડક પગલા લેવાનું શરૂ કર્યું છે. આમ છતાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જો કે આજે ૧૨ સુધીમાં ૨૫  નવા કેસ નોંધાતા કુલ ૧૦,૪૦૨ કેસ થયા છે. આમ કોરોનામાં આંશિક રાહત થઇ છે.જો કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૨ના મોત નોંધાયા છે. પરંતુ સરકારની કોવિડ ડેથ  કમિટીએ એક પણ મોત કોરોનાથી નહીં હોવાનું નોંધ્યું છે.

મ.ન.પા.ના આરોગ્ય તંત્રએ જાહેર કર્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં નવા ૨૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજ સુધીમાં કુલ ૧૦,૪૦૨ કેસ થયા છે. તેની સામે ૯,૫૧૬ લોકો સાજા થતાં રિકવરી રીટ ૯૧.૭૦ ટકા થયા છે અને પોઝિટિવ રેટ ૨.૪૮ ટકા છે.

આજની સ્થિતિએ શહેરમાં ૮૪ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન છે. જેમાં અમીન માર્ગ, તંતી પાર્ક, રવિ પાર્ક, કોટેચા નગર, પ્રણામી પાર્ક, સરદાર નગર, ન્યુ અવધ પાર્ક નવા થોરાળા, જલજીત સોસાયટી મવડી, જામનગર રોડ રેલ્વે કોલોની વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે.

(3:22 pm IST)