Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

પાસપોર્ટ બનાવવો છે ? સાવધાન થઇ જાઓ

પાસપોર્ટ બનાવવા માટે નકલી વેબસાઇટોનો રાફડો : નકલી એપોઇન્ટમેન્ટ સાથે બમણી ફી લેવાના કેસ આવ્યા સામે

રાજકોટ : પાસપોર્ટ બનાવવા માટે લોકો હવે ઓનલાઈન એપ્લીકેશન કરે છે એપોઈંટમેંટ આવ્યે રૂબરૂ ડોકયુમેન્ટસ માટે જવાનું થાય છે. રાજસ્થાનમા પાસપોર્ટ બનાવવા માટે કેટલીક નકલી વેબસાઇટ કાર્યરત છે.

જેમાં લોકો પાસેથી બમણી ફી વસૂલી લેવામાં આવે છે તેમજ ડોકયુમેન્ટમાં ફ્રોડ થઈ રહ્યા છે. પાસપોર્ટની મુખ્ય ઓફિસે આ વાતની જાણ થતાં જ લોકોને અપીલ કરી જણાવ્યુ છે કે નકલી વેબસાઇટથી સાવધાન રહેવું. આવી નકલી વેબસાઇટ નકલી એપોઇન્ટમેન્ટ આપી દેતી હોય છે. અને અરજકર્તા પાસેથી બમણી ફી વસૂલી લે છે.

નકલી વેબસાઇટના આરોપીઓ ૧૫૦૦ની જગ્યાએ ૩૦૦૦ જેટલી ફી વસૂલે છે, પાસપોર્ટ ઓફિસના અધિકારીઓએ વધુમાં જણાવ્યુ હતું કે ભારત સરકારની વિશ્વસનીય વેબસાઇટ ઉપરથી ખૂબ જ સરળતાથી ઓનલાઈન એપ્લીકેશન શકય છે.

(3:27 pm IST)