Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

મધરાત્રે તમિલનાડુમાં વિનાશક વાવાઝોડું નિવાર કાંઠા પર ત્રાટકવાની ભીતિ : 16 જિલ્લાઓમાં રજા જાહેર

તામિલનાડુમાંથી 1 લાખ, પુંચુચેરીમાંથી 7 હજારને સલામત સ્થળે ખસેડાયા: તામિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં NDRFની 25 ટીમો તહેનાત કરાઇ

તમિલનાડુમાં વિનાશક વાવાઝોડું નિવાર રાત્રે 2 વાગે કાંઠા પર ત્રાટકવાની દહેશત હતી. બંગાળની ખાડીમાં સર્જાયેલ નિવાર વાવાઝોડું બુધવારે રાત્રે 9 વાગે પુંડુચેરીથી 120 કિમીના અંતરે હતું. તેની ઝડપ જો કે 11 કિમી કલાકદીઠ હતી તે રાત્રે 2 વાગ્યા પછી દક્ષિણ કાંઠે ટકરાવવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્ય સરકારી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટે નિવાર વાવાઝોડાનો  સામનો કરવા તમામ તૈયારી કરી લીધી છે. જેમાં તામિલનાડુમાં 1 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

જ્યારે રાજ્યના 16 જિલ્લામાં ગુરુવારે રજા જાહેર કરી દેવાઇ છે. જેમાં ચેન્નાઇ, વેલ્લુર, કુડ્ડાલોર, વિલુપુરમ, નાગાપટ્ટનમ, થિરુવરુર, ચેંગાલપટ્ટુ અને પેરમ્લોર સામેલ છે. નેવીના બે જબાજ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

સવાર પછી નિવાર વાવાઝોડું આંધ્ર પ્રદેશના કરાઇકલ અને તામિલનાડુના મહાબલીપુરને ક્રોસ કરે તેવી સંભાવના છે. આ સમય દરમિયાન તેની ઝડપ વધીને 145 કિમીની થાય તેવી શક્યતા હોવાથી ભારે પવન ફૂંકાઇ શકે છે.

નિવાર વાવાઝોડા ને ધ્યાનમાં રાખી સાવચેતી રુપે ચેન્નાઇ એરપોર્ટ બુધવારે સાંજે 7થી ગુવારે સવારે 7 વાગ્યા સુધી 12 કલાક માટે બંધ કરી દેવાયો છે. અગાઉની 26 ફ્લાઇટ રદ કરી દેવાઇ હતી.

તામિલનાડુમાંથી એક લાખ અને પુંડુચેરીમાંથી 7 હજાર લોકોને સલામત સ્થળે શિફ્ટ કરાયા છે. તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં NDRFની 25 ટીમો તહોનાત કરી દેવાઇ છે.

(11:52 pm IST)